પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડોઃ માત્ર સાત પૈસાની રાહત

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલિટર સાત પૈસા અને ડીઝલન‌ી કિંમતમાં પ્રતિલિટર પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકની ચૂંટણી બાદ સતત ૧૬ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયા બાદ ગઇ કાલે બુધવારે તેની કિંમતમાં પ્રથમ વાર ઘટાડો કરવામાં આવ્યો હતો, જોકે બુધવારે પેટ્રોલની કિંમતમાં માત્ર એક પૈસા પ્રતિલિટર ઘટાડો થયો હતો, જેને લઇને લોકોએ ખાસ કરીને સોશિયલ મીડિયા પર મોદી સરકારની ચોમેરની ટીકા થઇ હતી.

ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ.૭૮.૩પ અને ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ.૬૯.રપ થઇ હતી. કોલકાતામાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ.૮૦.૯૮ અને ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ.૭૧.૮૦ થઇ ગઇ છે.

મુંબઇમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર રૂ.૮૬.૧૬ અને ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ.૭૩.૭૩ થઇ છે. ચેન્નઇમાં પેટ્રોલની કિંમત પ્ર‌િતલિટર રૂ.૮૧.૩પ અને ડીઝલની કિંમત પ્રતિલિટર રૂ.૭૩.૧ર થઇ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ તેનો ફાયદો હજુ સુધી લોકોને સંપૂર્ણપણે આપવામાં આવી રહ્યો નથી. કર્ણાટકની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો જે ‌િસલ‌િસલો શરૂ થયો હતો તેને બુધવારે પ્રથમ વાર બ્રેક લાગી હતી,

You might also like