આજે 3 રૂપિયા સુધી વધી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઉછાળો અને તેલ ઉત્પાદક દેશો દ્વારા કાચા તેલના ઉત્પાદનમાં કાપના નિર્ણયને જોતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક વખત ફરીથી મોટો ઉછાળો જોવા મળી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર, બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં જાન્યુઆરીની સરખામણીમાં બે ગણી વધી ગઇ છે. ગત વર્ષે જાન્યુઆરીમાં એક બેરલ ક્રૂડ ઓઇસની કિંમત 27.88 ડોલર હતી, જે હવે 55 ડોલર સુધી પહોંચી ગઇ છે. છેલ્લા બે સપ્તાહમાં એની કિંમતોમાં 15 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે, જેની અસર સીધી રીતે ભારતના બજારમાં જોવા મળશે.

ડોલરની સરખામણીમાં નબળો રૂપિયો અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો નક્કી હતો એવું માનવામાં આવે છે. જણાવી દઇએ કે ગત મહિને ઓપેક અને રશિયા જેવા નોન ઓપેક દેશોની વચ્ચે ક્રૂડ ઓઇલના ઉત્પાદનને ઘટાડાવા માટેની પરવાનગી મળી હતી. ત્યારબાદથી ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધતી રહી છે. છેલ્લા 15 દિવસોમાં આ વધારે દિવસોમાં 52 ડોલરથી બન્યો રહ્યો હતો, જ્યારે નવેમ્બરમાં એની સરેરાશ કિંમત 44.46 ડોલર હતી.

જાણકારોનું માનવું છે કે 15 ડિસેમ્બરે તેલ કંપનીઓ સમીક્ષા બેઠક કરશે અને એમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 રૂપિયા સુધીનો વધારો કરવાની જરૂરીયાત છે. પરંતુ આશા છે કે આ વધારો 3 રૂપિયા સુધી હોઇ શકે છે. આ સપ્તાહે સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતો છેલ્લા 18 મહિનામાં સૌથી વધારે રહી છે. આ પહેલા 30 નવેમ્બરે પેટ્રોલની કિંમતોમાં 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલ 14 પૈસા સસ્તું થયું હતું.

You might also like