15 દિવસમાં પેટ્રોલની કિંમતમાં ફરી વધારો, 58 પૈસા થયું મોઘું

નવી દિલ્હી :  સામાન્ય જનતાને મોંઘવારીમાં થોડી રાહત મળી ત્યાં તો ફરી પેટ્રોલની કિંમતમાં વધારો થતાં હલ્કો ઝટકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 58 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડિઝલની કિંમત 31 પૈસા ઘટાડી છે. આ નવી કિંમતો શુક્રવાર રાતથી જ અમલમાં આવી ગઇ છે. નવી કિંમત લાગૂ થયા પછી પેટ્રોલનો ભાવ દિલ્હીમાં 62.51 અને ડિઝલનો 54.28 રૂપિયા થયો છે. આ અગાઉ પેટ્રોલમાં 3.38 રૂપિયા પ્રતિ લિટર તેમજ ડિઝલમાં 2.67 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરાયો હતો.

રાજ્યના ચાર શહેરોમાં પેટ્રોલનો ભાવ
શહેર                જૂનો         નવો
અમદાવાદ      65.40      66.00
વડોદરા           64.40     65.00
રાજકોટ           64.54      65.14
સુરત              65.16        65.76

રાજ્યના ચાર શહેરોમાં ડીઝલના ભાવ
અમદાવાદ       58.69     58.37
વડોદરા            58.29     57.97
રાજકોટ            58.40     58.08
સુરત                58.58     58.26

You might also like