પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ફરી ભડકો, સતત ચોથા દિવસે ભાવમાં વધારો

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે એટલે કે આજે પણ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમતમાં જ્યાં 22-23 પૈસાનો વધારો થયો છે, ત્યારે ડિઝલમાં 22-24 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડિઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે, જ્યારે પેટ્રોલ રેકોર્ડ સ્તર પહોંચવાની લગભગ નજીક છે.

ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.32 રૂપિયા થઇ છે. આજથી 56 મહિના પહેલા દિલ્હીમાં પેટ્રોલનો આંકડો 76.32 રૂપિયા પહોંચ્યો હતો. હાલના સમયમાં પેટ્રોલની કિંમત આ સ્તર પહોંચવાની લગભગ નજીક છે.

મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 83.16 રૂપિયા પહોંચી ગઇ છે, કોલકાતામાં પેટ્રોલ માટે 78.01 અને ચેન્નાઇમાં પેટ્રોલ માટે 78.16 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

જ્યારે ડિઝલની જો વાત કરવામાં આવે, તો પહેલા જ ડિઝલ દિલ્હીમાં સૌથી ઉંચી કિંમત પર પહોંચી જવાનું રેકોર્ડ બનાવી ચૂક્યુ છે, આજે દિલ્હીમાં એક લિટર ડિઝલ માટે 66.79 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. મુંબઇની વાત કરવામાં આવે તો એક લિટર ડિઝલ 71.12 રૂપિયામાં મળી રહ્યુ છે, જ્યારે કોલાકાતામાં ડિઝલ માટે 69.33 અને ચેન્નાઇમાં 70.49 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, કર્ણાટકમાં મતગણતરી પૂર્ણ થયા પછી 2 દિવસથી સતત પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યા છે. આ પહેલા કર્ણાટકરની ચૂટંણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમત 19 દિવસ સુધી સ્થિર હતી, તેમાં કોઇ પણ બદલાવ કરવામાં આવ્યો ન હતો.

You might also like