ઘટી જશે પેટ્રોલ-ડિઝલની કિંમત, સરકારે આપ્યો આ આદેશ

728_90

પેટ્રોલ, ડિઝલની વધતી કિંમતો વચ્ચે જનતાને રાહત મળવાની છે. એક મીડિયાના અહેવાલ અનુસાર, સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને જણાવ્યું છે કે તેઓ 1 રૂપિયે લિટર સુધીની કિંમત ખુદ વહન કરે, આનો અર્થ એ પણ છે કે પેટ્રોલ-ડીઝલના એક લિટરના ભાવમાં એક રૂપિયો ઘટશે. તાજેતરમાં ક્રૂડ ઑઇલની કિંમત વધવાને કારણે ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયે પ્રતિ લિટર અને ડિઝલની કિંમત 70 રૂપિયે પ્રતિ લિટરને પાર કરી ગઈ હતી. છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો હતો.

જોકે આ વચ્ચે IOC અને HPCLએ કહ્યુ કે, ઑઇલની કિંમત વધવા પર સરકારની તરફથી કોઇ આદેશ મળ્યો નથી. જોકે આ અહેવાલ પછી ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં ઘટાડો થવાનો ચાલુ છે. IOCના શેર લગભગ 5% જેટલા ઘટીને 170 રૂપિયા પર પહોંચ્યા છે. BPCLના શેરના ભાવમાં પણ લગભગ 4.5% સુધીનો ઘટાડો થયો છે. આ શેર 431 રૂપિયાના ભાવ પર પહોંચ્યા છે. તે પ્રકારે HPCLના શેર 6 % જેટલા ઘટીને 340 રૂપિયા પર પહોંચ્યા છે. આ કંપનીઓના શેરોમાં સતત ઘટાડો થવાનું ચાલુ છે. પેટ્રોલ, ડિઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાને લઇને સરકારે કઇ જણાવ્યું નથી.

બુધવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 73.98 રૂપિયા, કોલકત્તામાં 76.79 રૂપિયા, મુંબઈમાં 81.83 રૂપિયા અને ચેન્નઈમાં 76.75 રૂપિયા હતા. દિલ્હીમાં ડીઝલના ભાવ 64.96 રૂપિયા, કોલકત્તામાં 67.65 રૂપિયા, મુંબઈમાં 69.17 રૂપિયા અને ચેન્નઈમાં 68.53 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે. ક્રૂડ ઑઇલની કિંમત વધવાને કારણે અને રૂપિયામાં થતા ઉતાર ચઢાવ પછી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત બદલાવ થઇ રહ્યો છે.

પેટ્રોલિયમ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સ્તર પર વધી રહેલા ક્રૂડ ઑઇલના ભાવને કારણે પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની માંગણી કરી હતી. પંરતુ કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટમાં માગણીને ધ્યાન આપ્યુ ન હતુ..

You might also like
728_90