પેટ્રોલના ભાવમાં થયો ભડકો, અત્યાર સુધીની સૌથી ઊચ્ચ સપાટીએ પહોંચ્યો

ગુરુવારે પેટ્રોલ-ડિઝલના ભાવામાં વધારા સાથે દેશભરમાં બંનેની કિંમતોમાં ભડકો થયો છે. વૈશ્વક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધીને 27 નવેમ્બર 2014થી અત્યાર સુધીની હાઈએસ્ટ સપાટી ડૉલર 74.74 પર પહોંચતા સ્થાનિક સ્તરે પણ ભાવ વધારો લાગુ પાડવામાં આવ્યો છે. વિશ્વમાં ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા મધ્યપૂર્વ એશિયાના અરબ દેશો દ્વારા 27 નવેમ્બર 2014ના દિવસથી પ્રાઇસ વોર શરુ કરવામાં આવી હતી અને જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ 30 ડૉલર સુધી પડી ગયા હતા.

મુંબઇમાં સૌથી વધારે મોંઘું પેટ્રોલ:

આ નવા ભાવની અસર દેશના તમામ અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહી છે, જેનો આધાર રાજ્યો ટેક્સ છે. દરેક રાજ્ય પોતાની જરૂરિયાત અનુસાર પેટ્રોલ ડિઝલ પર અલગ અલગ ટેક્સ લગાવે છે. દેશની આર્થિક રાજધાની મુંબઇ સૌથી વધારે રાજ્ય ટેક્સ ધરાવતા શહેરોમાંથી એક છે. જ્યાં પેટ્રોલ 55 મહિનાની સૌથી ઉંચાઇ 81.92 રૂપિયા પહોંચી ગયું છે. ચાર મહાનગરોમાં ચેન્નાઇ આ મામલામાં બીજા સ્થાન પર છે, જ્યાં પેટ્રોલની કિંમત 76.85 રૂપિયા છે, જ્યારે કોલકાતા અને દિલ્હીમાં ક્રમશ 76.78 રૂપિયા તથા 74.08 રૂપિયા પ્રતિ લિટર છે.

70ની આસપાસ પહોંચ્યુ ડિઝલ:

જોકે સપ્ટેમ્બર 14 2013માં પેટ્રોલના ભાવ ઓલ ટાઇમ હાઈ એટલે કે પ્રતિ લિટર 83.62 રૂપિયા હતી જ્યારે ડિઝલના ભાવમાં ઓગસ્ટ 31, 2014નો પ્રતિ લિટર 67.27 રૂપિયા ભાવનો રેકોર્ડ તોડીને પ્રતિ લિટર 69.50 રૂપિયાની નવી સપાટી બનાવી હતી. જ્યારે ડિઝલનો ભાવ કોલકાતામાં 68.01 રૂપિયા અને ચેન્નાઇમાં 68.90 રૂપિયા પ્રતિ લિટર છે.

2013 બાદ બીજા નંબરે સોથી ઊંચા ભાવ:

ભાવ વધારાની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. રાજ્યના પ્રમુખ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મે 17, 2017ના રોજ શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટ 69.9 હતો જે વધીને 19 એપ્રિલ 2018ના નવા ભાવ મુજબ પ્રતિ લિટર રૂ. 73. 25 થઈ ગયો છે. તો ડીઝલના ભાવ મે 17, 2017 મુજબ પ્રતિ લિટર રૂ. 63. 77 હતો જે એક વર્ષમાં વધીને લગભગ 6 રૂપિયા જેટલા વધીને પ્રતિ લિટર રુ. 69.96 પહોંચી ગયા છે.

ક્રૂડ ઑઇલ 73 ડૉલરની ઉપર:

બ્રેન્ટ ક્રૂડ લગભગ 4% વધીને 73 ડૉલરની ઉપર પહોંચી ગયુ છે. વાસ્તવમાં અમેરિકા અને ચીનની વચ્ચેના ટ્રેડ વૉર ઘટવાથી ક્રૂડનો ભાવ વધ્યો છે. જ્યારે સાઉદી અરબ ક્રૂડની કિંમત 80 ડૉલર સુધી ઇચ્છે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 0.25% ઘટીને 73.55 ડૉલરનો બિઝનેસ કરી રહ્યો છે.

You might also like