ફરી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ રહ્યું કારણ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ આગામી સમયમાં ફરી ઘટી શકે છે. જો કે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના આધિકારીક આંકડાઓના અનુસાર ઇન્ડિયન બાસ્કેટના ક્રૂડ ઓઇલના ભાવના તાજેતરમાં જ 1.61 ડોલર પ્રતિ લીટર ઘટીને 38.61 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે, જે ગત 7 વર્ષના નીચલા સ્તરે છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી અર્થવ્યવસ્થાને ફાયદો પહોંચશે જ, સરકારના સબસિડી બિલમાં પણ ઘટાડો થશે. આ સાથે જ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવમાં ઘટાડાના અણસાર જોવાઇ રહ્યાં છે.

ઓઇલ કંપનીઓ દર 15 દિવસમાં કીંમતોની સમીક્ષા કરે છે. આગામી સમીક્ષા આજથી 4 દિવસ બાદ 15 ડિસેમ્બરના રોજ થવાની છે. તેમાં કંપનીઓ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ભારે ઘટાડો કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 1 ડિસેમ્બરના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 58 પૈસા સસ્તું થઇને 60.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 25 પૈસા સસ્તું થઇને 46.55 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે.

You might also like