12માં દિવસે પણ સતત વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ!

પેટ્રોલ-ડીઝલ જે લોકોની રોજિંદી જરૂરિયાતમાંની એક છે. અને તેના ભાવ પણ આસમાને પહોંચી જાય તો. સામાન્ય જનતાનું સમગ્ર બજેટ ખોરવાઈ જાય છે. સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવની એક ફોર્મુલા નક્કી કરી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ માર્કેટ પ્રમાણે રોજ વધ ઘટ થઈ શકે. 

જોકે સરકાર પોતાની તિજોરી ભરવા માગતી હોય તેમ છેલ્લા એક મહિનાથી. અને કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થયા બાદથી દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો થઈ રહ્યો છે. તો છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો થયો છે.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 76.95 પૈસાએ પહોંચી ગયો છે. તો ડીઝલનો ભાવ 73.71 પૈસાએ પહોંચી ગયો છે. સરકાર ધીરે ધીરે પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહી છે. અને રોજ વધ ઘટ થતાં ભાવના કારણે લોકોને પણ જાણ નથી થઈ રહી કે પેટ્રોલના ભાવ આખરે વધારો કેટલો થયો.

પેટ્રોલિયમ કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલને જીએસટીમમાં સમાવવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું. જોકે સરકારના પેટમાં શું દુખી રહ્યું છે. તે સમજી નથી શકાતું. સરકારે તમામ ચીજવસ્તુને જીએસટીમાં સમાવી તો શા માટે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા નથી માગતી. શા માટે સરકાર સામાન્ય જનતા પર પડી રહેલા બોઝા, તેની મુશ્કેલી નથી સમજતી.

જો પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે તો લોકોને ઘણી રાહત મળી શકે એમ છે. તો આ સરકારને શા માટે તેમાં રસ નથી. શા માટે સરકારી તિજોરી ભરવામાં જ રસ છે.

રોજ વધતો બોજ

અમદાવાદ         
પેટ્રોલ    રૂ.76.95
ડીઝલ    રૂ.73.71


રાજકોટ     
પેટ્રોલ    રૂ.76.82
ડીઝલ    રૂ.73.55


વડોદરા         
પેટ્રોલ    રૂ.76.64
ડીઝલ    રૂ.73.35


સુરત 
પેટ્રોલ    રૂ.76.90
ડીઝલ    રૂ.73.65

You might also like