Budget 2018: પેટ્રોલ-ડીઝલ નહીં થાય સસ્તુ, સરકારે લગાવ્યો સેસ

નવી દિલ્હી : છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ પર વિપક્ષ અને જનતાનો આક્રોશનો સામનો કરી રહેલી સરકારને આમ બજેટ દ્વારા રાહત આપવાની કોશિષ કરી હતી. બજેટમાં એકસાઇઝ ડ્યૂટી ઓછી કરવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો થયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આમ જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા બે રૂપિયાનો સેસ લગાવામાં આવતા કિંમત યથાવત રહેશે. આમ, એકસાઇઝ ડ્યૂટી ઘટાડાના કારણે 2 રૂપિયાની કિંમતમાં થયેલો ઘટાડો સેસ લગાવામાં આવતા કિંમત ફરી યથાવત થઇ ગઇ હતી.

હવે દિલ્હીમાં 71 રૂપિયા અને મુંબઇમાં 79 રૂપિયા થયું છે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કિંમતમાં વધારા પર કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સેવાને ટેક્સ રહિત કરાશે. જો કે અસંભવ લાગી રહ્યું છે.

You might also like