પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં મોટો કડાકો, તોડ્યાં અત્યાર સુધીનાં તમામ રેકોર્ડ

નવી દિલ્હી: પેટ્રોલનાં ભાવમાં ફરી વાર ભારે ભડકો થયો છે. પેટ્રોલની કિંમત 76.24 રૂપિયા પ્રતિલિટરનાં રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ગઇ છે જ્યારે બીજી તરફ ડીઝલનો ભાવ 67.57 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જે તેનાં અત્યાર સુધીનું સૌથી ઉચ્ચતમ સ્તર છે. દિલ્હીમાં પેટ્રોલનાં ભાવમાં 33 પૈસા પ્રતિ લીટર તથા ડીઝલનાં ભાવ 26 પૈસા પ્રતિ લીટર વધારો થયો છે.

પેટ્રોલિયમ કંપનીનાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલોની કિંમ તોમાં ચાર અઠવાડીયાથી આવેલી તેજીનો બોઝ ગ્રાહકો પર નાખવાનો નિ ર્ણય કરવામાં આવ્યો છે. જો કે સરકારે હવે સંકેત આપ્યાં છે જેમાં લાગે છે કે આગામી સમયમાં ભાવમાં ઘટાડો કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સ્થાયી સમાધાન નીકાળવા માટેનો પ્રયાસ પણ કરી રહી છે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં વધારાનાં મુદ્દે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે. ભારત સરકાર ટૂંકમાં જ તેનો ઉકેલ લાવશે. જ્યારથી અમેરિકાએ ઇરાન સાથે થયેલા ન્યુક્લિયર ડીલમાંથી હાથ ખેંચ્યા છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે.

દિલ્હીનાં ભાવ તમામ મહાનગરો તથા મહત્તમ રાજ્યો રાજધાનીની તુલનામાં સૌથી ઓછા છે. દિલ્હીનાં પેટ્રોલનાં ભાવ અત્યાર સુધીની હાઈ સપાટી પર પહોંચી ચુક્યાં છે. આ અગાઉ 14 સપ્ટેમ્બર, 2013નાં દિવસે ભાવ 76.06 રૂપિયા પ્રતિ લિટર થયો હતો.

દેશમાં પેટ્રોલ મુંબઇમાં સૌથી વધારે મોંઘુ છે. કે જ્યાં તેનો ભાવ 84.07 રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે પેટ્રોલનાં ભાવ ભોપાલમાં પણ 81.83 રૂપિયા પ્રતિ લિટર અને પટનામાં 81.73 રૂપિયા પ્રતિ લિટર અને હૈદરાબાદમાં 80.76 રૂપિયા પ્રતિ લિટર ને જ્યારે શ્રીનગરમાં 80.35 રૂપિયા પ્રતિ લિટર ભાવ જોવાં મળી રહ્યો છે.

You might also like