પેટ્રોલ-ડીઝલને પ્રોત્સાહન અાપનારની કાર કંપનીઅોની બેન્ડ બજાવીશઃ ગડકરી

નવી દિલ્હી: ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પ્રધાન નીતિન ગડકરીઅે કાર મેકર કંપનીઅોને કહ્યું કે તેઅો હવે પેટ્રોલ-ડીઝલના બદલે અોલ્ટરનેટ ફ્યૂઅલ, જેમ કે ઇથેનોલ અને વીજળીથી ચાલતી કારના પ્રોડક્શનને વધારે, ભવિષ્ય તેનું જ છે. પોલ્યુશન ઘટાડવા માટે સરકારની પોલિસી સ્પષ્ટ છે. જો કંપનીઅો એમ નહીં કરે તો હું પૂછ્યા વગર પેટ્રોલ-ડીઝલને પ્રોત્સાહન અાપનારી કંપનીઅોની બેન્ડ બજાવીશ.

ગડકરી ગઈ કાલે ઇન્ડિયન અોટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ સોસાયટીની સમિટમાં સામેલ થયા હતા. ગડકરીઅે કાર કંપનીઅોને કહ્યું કે અાપણે અોલ્ટરનેટ ફ્યૂઅલ તરફ અાગળ વધવું જોઈઅે. હું એમ કરવા જઈ રહ્યો છું. ભલે તમને તે વાત પસંદ હોય કે નહીં. હું તમને કહીશ પણ નહીં, પરંતુ તેને ખતમ કરી દઈશ.

પોલ્યુશન અને ઇમ્પોર્ટ માટે ગડકરીના વિચારો સ્પષ્ટ છે. સરકાર ઇમ્પોર્ટ ઘટાડવા અને પોલ્યુશન પર કાબૂ મેળવવાની પોલિસીને લઈને અાગળ વધી રહી છે. ગડકરીઅે જણાવ્યું કે જે કંપનીઅો સરકારને સપોર્ટ કરશે તે ફાયદામાં રહેશે અને જે માત્ર નોટ છાપવામાં રહેશે તેને પરેશાની રહેશે. અા કંપનીઅો બાદમાં એમ કહીને સરકાર પાસે નથી અાવી કે તેમની પાસે એવી ગાડીઅોનો સ્ટોક ભરાયેલો છે, જે અોલ્ટરનેટ ફ્યૂઅલ પર ચાલતી નથી.

કેટલીક કંપનીઅો એમ પણ કહે છે કે બેટરી ખૂબ જ મોંઘી પડે છે, જોકે હવે બેટરીનો ખર્ચ ૪૦ ટકા ઘટી ગયો છે. જો અત્યારથી શરૂઅાત કરવામાં અાવશે તો અાગળ જતાં પ્રોડક્શન કોસ્ટ પણ ઘટશે. ગડકરીઅે અાગળ કહ્યું કે ભવિષ્ય ઇલે‌િક્ટ્રક કાર અને બાઈકનું છે. દેશને તે તરફ અાગળ વધારવો જોઈઅે. અાજે અાપણી સાથે ઇમ્પોર્ટ અને પોલ્યુશન બેવડી સમસ્યા છે, કેમ કે દેશનું ઇમ્પોર્ટ બિલ વાર્ષિક સાત લાખ કરોડ રૂપિયા છે, જે ઇકોનોમી માટે મોટો બોજ છે.

You might also like