મોદી વિદેશયાત્રાથી આવ્યા બાદ તુરંત આપી દેશવાસીઓને ગીફ્ટ : પેટ્રોલમાં 2નો વધારો

નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં એક મહિનાની અંદર બીજીવાર વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં 2.19 રૂપિયા જ્યારે ડિઝલમાં 0.98 પૈસાનો કમરતોડ ભાવવધારો ઝીંકાયો છે. નવી કિંમતો મધરાતથી લાગુ પડશે. નવી કિંમતો અનુસાર રાજધાની દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 59.68 રૂપિયા પ્રતિલિટરથી વધીને 61.87 થઇ જશે. જ્યારે ડિઝલનો ભાવ 48.33માંથી વધીને 49.31 રૂપિયા થઇ જશે. અગાઉ 16 માર્ચે પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલની કિંમતમાં જાન્યુઆરીથી સતત ઘટાડો થઇ રહ્યો હતો. જે 16 માર્ચે કરાયેલા વધારા બાદ અટક્યો હતો. જ્યારે ડીઝલનાં ભાવમાં સતત ચોથા પખવાડીયામાં વધારો કવરામાં આવ્યો છે. ઉપરાંત સરકાર ગત્ત નવેમ્બરથી અત્યાર સુધી લગભગ 5 મહીના દરમિયાન ડિઝલ અને પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી પણ પાંચ વખત વધારી ચુકી છે. જેનાં કારણે સરકારને લગભગ 17000 કરોડ રૂપિયાની વધારાની આવક થઇ છે.

You might also like