પેટ્રોલની કિંમતમાં વધારો, સાડા 4 વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ

તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો થયો છે. જેના લિધે પેટ્રોલની કિંમત છેલ્લા સાડા ચાર વર્ષમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. અમદાવાદમાં ભાવ વધારાની સાથે પેટ્રોલની કિંમત હાલ રૂ. 73.26 પ્રતિ લીટરે અને ડીઝલની કિંમત રૂ. 69.94 પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે પેટ્રોલમાં રૂ. 4 અને ડીઝલમાં પ્રતિ લીટરે રૂ. 6નો વધારો કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2013 બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ટોચ પર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં વધારો થતાં તેની અસર ભારત પર પણ પડી છે.

અમદાવાદ
પેટ્રોલ રૂ. 73.26/લીટર ડીઝલ રૂ. 69.94/લીટર

રાજકોટ
પેટ્રોલ રૂ. 73.13/લીટર ડીઝલ રૂ. 69.89/લીટર

વડોદરા
પેટ્રોલ રૂ. 72.97/લીટક ડીઝલ રૂ. 69.72/લીટર

સુરત
પેટ્રોલ રૂ. 73.20/લીટર ડીઝલ રૂ. 69.96/લીટર

You might also like