પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો સિલસિલો સતત જારી, ડીઝલની કિંમતમાં રેકોર્ડબ્રેક વધારો

નવી દિલ્હી: મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય માનવી પર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના બોજનો સિલિસલો સતત જારી છે.

પાટનગર નવી દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૨૨ પૈસાનો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨૮ પૈસાનો વધારો થતાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. ૭૮.૫૨ અને ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. ૭૦.૨૧ પર પહોંચી ગઇ છે.

આ ઉપરાંત મુંબઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મુંબઇમાં પેટ્રોલમાં પ્રતિ લિટર ૨૧ પૈસાનો અને ડીઝલમાં પ્રતિ લિટર ૩૦ પૈસાના વધારાના પગલે પેટ્રોલની કિંમત રૂ. ૮૫.૯૩ અને ડીઝલની કિંમત પ્રતિ લિટર રૂ. ૭૪.૫૪ પર પહોંચી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. કોલકાતામાં પણ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૨૧ પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૨૮ પૈસાના વધારાના પગલે પેટ્રોલ પ્રતિ લિટર રૂ. ૮૧.૪૪ અને ડીઝલ પ્રતિલિટર રૂ. ૭૩.૬૦ પર પહોંચી ગયું છે.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૭૭.૭ ડોલર અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ૭૦.૨૫ ડોલરની સપાટીએ પહોંચ્યું છે.

You might also like