મેંગો પિપલને સરકારનું દિવાળી બોનસ : પેટ્રોલ – ડિઝલનાં ભાવમાં કમરતોડ વધારો

નવી દિલ્હી : તહેવારની સિઝનમાં સામાન્ય માણસ પર ફરીથી મોંધવારીનો માર પડ્યો છે. પેટ્રોલ અને ડિઝલ બાદ એકવાર ફરીથી ભાવ વધારો થયો છે. પેટ્રોલનાં ભાવમાં 1.34 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડિઝલનાં ભાવમાં 2.37 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 4 ઓક્ટોબરે ડીલર કમિશન વધવાનાં કારણે પેટ્રોલનાં ભાવમાં 14 પૈસા પ્રતિ લિટર વધારાયા હતા. જ્યારે ડિઝલ 10 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ગયું હતું.

ભારતમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોનું નિર્ધારણ તેલ કંપનીઓ કરે છે. ત્રણેય સરકારી કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દર ત્રણ મહિને પહેલી તારીખથી 16મી તારીખ વચ્ચે સરેરાશ તેલ કિંમતો અને વિદેશી દરનાં આધાર પર ભાવ નિર્ધારણ કરે છે. કંપનીઓ આ દરમિયાન રૂપિયા અને ડોલરનાં વિનિમય દરને પણ ધ્યાનમાં રાખે છે.

You might also like