“પાકિસ્તાન આતંકવાદીની દેશ”, માને છે દુનિયાભરના લોકો, આ રહ્યાં પુરાવા

અમેરિકાઃ પાકિસ્તાન આતંકવાદીઓને પોતાના દેશમાં સ્થાન આપે છે અને આતંકિ પ્રવૃત્તિને વેગ આપે છે. તેથી જ તેને આતંકવાદી દેશ જાહેર કરવાની વ્હાઇટ હાઉસની અરજીને દુનિયાભરના લોકોનું સમર્થન મળ્યું છે. આ અરજીએ નવા રેકોર્ડ સ્થાપ્યા છે. આ અમેરિકાની અત્યાર સુધીની સૌથી લોકપ્રિય અરજી છે.
‘પાકિસ્તાન આતંકવાદી’ અમેરિકાની આ મુહિમમા 1 લાખ લોકો જોડાયા, શું તમે તેની સાથે છો?
ઉલ્લેખનિય છે કે અમેરિકાની આ અરજી પર ગણતરીના દિવસોમાં પાંચ લાખ લોકોએ પોતાની સહમતી સાધી હતી. એક અંદાજ પ્રમાણે વ્હાઇટ હાઉસ તરફથી જવાબ પ્રાપ્ત કરવા માટે જરૂરી એવી મંજૂરી કરતાં સર્મથકોની સંખ્યા પાચ ગણી વધી ગઇ છે. હાલ આ અરજીને આર્કાઇવ કરવામાં આવી છે. આર્કાઇવ કરતી વખતે અરજી પર 6,65,769 લોકોએ પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. મંગળવારે બપોર સુધી 51,939 લોકોએ આ અરજી પર પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. આ વ્હાઇટ હાઉસની અત્યાર સુધીની સૌથી લોક્પ્રિય અરજી છે. આ પહેલાં કોઇ પણ અરજી પર 35000થી વધારે સમર્થન પ્રાપ્ત થયું નથી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે આ પીટિશનને આર્કાઇવ કરવામાં આવી છે. હવે તેની પર પોતાનું સમર્થન લોકો નહીં રજૂ કરી શકે. મળતી માહિતી મુજબ વ્હાઇટ હાઉસ નિર્ધારિત 60 દિવસની અંદર અરજી પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપશે. આ અત્યાર સુધી એવી પહેલી અરજી છે કે જેમાં એક દિવસમાં પાંચ લાખથી પણ વધારે લોકોએ પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

You might also like