ટવિસ્ટ: હવે ઇન્દ્રાણી સાથે ડિવોર્સ લેવા ઇચ્છે છે પીટર મુખરજી

નવી દિલ્હી: શીના બોરા મર્ડર કેસની મુખ્ય અારોપી ઇન્દ્રાણી મુખરજીના પતિ પીટર મુખરજી ડિવોર્સ લેવાની તૈયારીમાં છે. પીટરના વકીલના જણાવ્યા મુજબ ગયા જાન્યુઅારી મહિનાથી તેઅો લગ્નનો અંત લાવવા ઇચ્છે છે, પરંતુ તેઅો એટલે રાહ જુઅે છે, કેમ કે તેમની જામીનઅરજી પડતર છે, તેની પ્રોસેસ પૂરી થઈ શકી નથી. પીટરના વકીલ અાબાદ પોન્ડાઅે જણાવ્યું કે ઇન્દ્રાણીઅે ડિસેમ્બર સુધી ૪૦થી વધુ પત્ર લખ્યા હતા. તેના જવાબમાં ઇન્દ્રાણીના બર્થડે પર પીટરે પત્ર લખ્યો હતો ત્યાં સુધી બંને વચ્ચે ઠીકઠાક હતું, પરંતુ ત્યારબાદ પીટરનું મન બદલાઈ ગયું.

જાણકારો મુજબ ડિસેમ્બર-૨૦૧૫ સુધી ઇન્દ્રાણીઅે ૪૦ પત્ર લખ્યા હતા, પરંતુ ૩ જાન્યુઅારીઅે પીટરે માત્ર તેને બર્થડે ‌િવશ કરતાં જવાબ અાપ્યો હતો. ઇન્દ્રાણીઅે ૨૧ ડિસેમ્બરે જે પત્ર લખ્યો તેમાં ખુદ નિર્દોષ હોવાની વાત કરી હતી. સાથેસાથે તેણે અાશા વ્યક્ત કરી કે ૨૦૧૬નું વર્ષ બંને માટે સારું હશે.

ઇન્દ્રાણીઅે પોતાને જીવલેણ બીમારી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું હતું કે મારી ઇસ્કી‌િમક કંડિશન મગજ સુધી પહોંચી રહી છે. હવે તે જીવલેણ બની છે. મારી પાસે માત્ર ગણતરીના દિવસો છે. અા પરિસ્થિતિમાં દુઃખ અને એકલતા મને પરેશાન કરે છે. પીટરે બર્થડેના દિવસ-૩ જાન્યુઅારીના રોજ પ્રેમભર્યો પત્ર લખ્યો હતો, પરંતુ તેના પછીના દિવસે એટલે કે ૪ જાન્યુઅારીઅે પીટર મુખરજીની જામીનઅરજી કોર્ટમાં દાખલ કરાઈ. એપ્લિકેશનમાં શીનાના મર્ડરનો સમગ્ર દોષ ઇન્દ્રાણી પર લગાવાયો. મંગળવારે ૩ અેપ્રિલના રોજ પીટરે જામીન માગ્યા, પરંતુ સીબીઅાઈઅે તેનો વિરોધ કરતાં દલીલ તરીકે શીના મર્ડર કેસમાં પીટર પણ સામેલ છે અને તેને સમગ્ર પ્લાનની જાણકારી હતી. સીબીઅાઈ ભાયખલા જેલમાં ઇન્દ્રાણીની ફરી એક વાર પૂછપરછ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ તપાસ અેજન્સીને કેટલાક નવા પુરાવા મળ્યા છે અને તે ચાર દિવસ સુધી ઇન્દ્રાણીની પૂછપરછ કરવા ઇચ્છે છે.

You might also like