પીટર અને ઇન્દ્રાણી છ મહિને એકબીજાંને મળ્યાં અને વાતો કરી

નવી દિલ્હી: લગભગ છ મહિના બાદ પતિ પત્ની પીટર અને ઇન્દ્રાણી મુખરજી સેશન્સ કોર્ટના કેમ્પસમાં એક બીજાંને મળ્યાં અને વાતો પણ કરી. મોટા ભાગે તેમણે તેમની પુત્રી વિધિનાં ભવિષ્ય વિશે વાતો કરી.  શીનાબોરા હત્યાકાંડના ચારે અારોપીઅોને સીબીઅાઈની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં અાવ્યાં હતાં. તેમના કેસની સુનવણી બપોરે ૨.૪૫ વાગે થઈ પરંતુ તમામ અારોપી ૧ વાગે કોર્ટમાં પહોંચી ગયાં હતાં. અત્યાર સુધી પીટર અને ઇન્દ્રાણી એક બીજાંને અેવોઈડ કરતાં હતાં પરંતુ મીડિયાના અોછા માણસો જોઈને પીટર અને ઇન્દ્રાણી એકબીજાને શાંતિથી મળ્યાં અને કોર્ટના પ્રાંગણમાં લગભગ ૨૫ મિનિટ સુધી વાતો કરી. પોતાના માટે લવાયેલાં ગુલાબ જાંબુમાંથી પીટરે એક ગુલાબ જાંબુ પત્ની ઇન્દ્રાણીને અોફર કર્યું. પીટરે ઇન્દ્રાણીને એમ પણ કહ્યું કે તને સફેદ વાળ સારા લાગે છે. તેના જવાબમાં ઇન્દ્રાણીઅે કહ્યું મેં વાળ કપાવ્યા છે.

You might also like