પેટાનો મોદીને પત્રઃ સરકારી બેઠકમાં ન પીરસવું જોઇએ માંસાહારી ભોજન

નવી દિલ્હીઃ પશુ કલ્યાણ સમૂહ પેટા ઇન્ડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરકારી બેઠક અને ઇવેન્ટમાં માંસાહારી ભોજન પર પ્રતિબંધનો આગ્રહ કર્યો છે. પેટા દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જર્મનીના પર્યાવરણ મંત્રીએ સરકારી બેઠકોના મેનુમાં માંસાહારી ભોજન પિરસવા પર પ્રતિબંધ લાદ્યો છે. પેટાએ મોદીને આગ્રહ કર્યો છે કે આ દિશામાં ધ્યાન આપે અને પર્યાવરણ અનુકુળતાને ધ્યાનમાં રાખીને માંસ પદાર્થઓનો સરકારી મીટિંગ્સ અને ઇવેન્ટમાં પ્રતિબંધ લાદવામાં આવે. તેમણે મોદીને આ દિશામાં ધ્યાન દોરવા અંગે જણાવ્યું છે.

પીપુલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ (પેટા)એ જણાવ્યું છે કે આ પગલાંથી ગ્રીન હાઉસ ગેસને રોકવા અને જલવાયુ મુદ્દાને હલ કરવામાં મદદ પ્રાપ્ત થશે. પેટાએ કહ્યું છે કે મોદી શાકાહારી, દયાળુ, સ્વસ્થ અને પર્યાવરણને અનુકુળ બનાવવા માટે તેમની મહત્વની ભૂમિકા છે. પેટાએ જણાવ્યું છે કે આ સમય છે કે જ્યારે કેન્દ્ર સરકારે પોતાના નેતૃત્વનું પાલન કરવું જોઇએ. સાથે જ પોતાના ભોજનમાં નોનવેજ ન શામેલ કરીને પર્યાવપણની રક્ષામાં યોગદાન આપવું જોઇએ.પત્રમાં લખવામાં આવ્યું છે કે જર્મની મંત્રાલય પૂર્ણ રીતે માસ મુક્ત હતું કારણકે માંસ ઉત્પાદનમાં જળવાયુ પરિવર્તનનું એક મુખ્ય કારણ છે. જેમાં સમગ્ર ભારતના લોકોને ગરમી અને દુષ્કાળનો સામનો કરવો પડી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like