પેશાવર આર્મી સ્કૂલ હુમલાનો માસ્ટર માઇન્ડ ઉમર મંસૂર US ડ્રોન એટેકમાં ઠાર

પેશાવર: પેશાવરના આર્મી પબ્લિક સ્કૂલમાં 144 સ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના મોત માટે જવાબદાર આતંકવાદી ઉમર મંસૂર ઉર્ફ ખલીફા મંસૂર મૃત્યું પામ્યો છે. પાકિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો છે કે મંસૂર અમેરિકાના ડ્રોન હુમલામાં મોતને ભેટ્યો છે.

પાકિસ્તાનના સમાચાર પત્ર ડોનના અનુસાર મંસૂર શનિવારે અફઘાનિસ્તાનમાં નાંગરાહર પ્રાંતના બંડર વિસ્તારમાં ડ્રોન હુમલામાં મૃત્યું પામ્યો છે. મંસૂરની સાથે વધુ એક આતંકવાદી કારી સૈફૂલ્લા પણ આ હુમલામાં મોતને ભેટ્યો છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર તેમની પાસે મંસૂર અને સૈફૂલ્લાના મોતનો વિશ્વનીય રિપોર્ટ છે. અમેરિકાએ 25 મેના રોજ મંસૂરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો હતો.

મંસૂર 16 ડિસેમ્બર 2014ના રોજ પેશાવરની સ્કૂલમાં થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં 122 વિદ્યાર્થીઓ અને 22 ટીચર્સ-કર્મચારીઓ મૃત્યું પામ્યા હતા. આ પાકિસ્તાનમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલામાંનો એક હતો.

You might also like