મુસ્લિમ વિરોધી છે મોદી, પાકિસ્તાનને દગો આપી રહ્યાં છે: મુશર્રફ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને શરમ અનુભવતાં જોઇ ન શકું. નરેન્દ્ર મોદી પાકિસ્તાન અને મુસ્લિમ વિરોધી નેતા છે. તેમનું લાહોર આવવું તેની જગ્યાએ ઠીક છે, પરંતુ તેનાથી કંઇ પ્રાપ્ત થયું નહી. તે પાકિસ્તાનની સાથે દગો કરી રહ્યાં છે.

પરવેઝ મુશર્રફે પાકિસ્તાની ચેનલ દુનિયા ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુંમાં આ વાત કહી હતી. ઇન્ટરવ્યું 31 જાન્યુઆરીના રોજ પ્રસારિત થયો હતો. તેમાં તેમણે આતંકવાદથી માંડીને કાશ્મીર સુધીના મુદ્દાઓ પર વાત કરી. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાઇ અને મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કર્યો.

ઇન્ટરવ્યુંની 5 મહત્વપૂર્ણ વાતો
– જો તમે આતંકવાદની વાત કરો છો તો આપણે તેના મૂળ અને કાશ્મીરમાં જવું પડશે.
– પઠાણકોટમાં જે થયું તેનું કારણ કાશ્મીર છે. પહેલાં કાશ્મીરના મુદ્દાનું સમાધાન કરો.
– નેતૃત્વ સૌથી મોટો મુદ્દો છે.વાજપાઇ અને મનમોહન સિંહ સાફ દિલવાળા હતા.
– 2007માં કાશ્મીર પર વાત થતાં-થતાં રહી ગઇ. અમે એક-બે સમજૂતી કરવાના હતા.
– કારગિલનું કાવતરું ફેબ્રુઆરી 1999થી પહેલાં રચવામાં આવ્યું હતું. આ કોઇ ઓપરેશન ન હતું.

You might also like