પર્ફુયમ ડિઝાઇનર મોનિકાની ગોવામાં દોરડાથી બાંધેલી નગ્ન લાશ મળી

ગોવા : ભારતનાં પ્રખ્યાત પર્ફયુમ ડિઝાનર્સમાં જેની ગણત્રી થાય છે તેવા મોનિકા ઘુરડેની ગોવા ખાતેનાં તેનાં ફ્લેટમાં ખુબ જ ક્રુર રીતે હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી હતી. મોનિકાની લાશ તેનાં ફ્લેટમાંથી જ મળી આવી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે મોનિકાની લાશ સંપુર્ણ નગ્ન હતી અને તેનાં હાથે તથા પાગે દોરડા બાંધેલા હતા.

હાલ તો પોલીસ દુષ્કર્મ અને લુંટના એંગલથી તપાસ કરી રહી છે. શુક્રવારે સવારે પાડોશી દ્વારા અપાયેલી માહિતી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ મૃતદેહનો કબ્જો લઇને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનાં અનુસાર 39 વર્ષીય મોનિકા રાત્રે તેના ફ્લેટમાં એકલી જ હતી.

પોલીસે શંકા વ્યક્ત કરી છે કે, લૂંટ બાદ મોનિકા સાથે દુષ્કર્મ થયાની શક્યતાઓ છે. ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હોઇ શકે છે. પોલીસે તેની આસપાસના લોકો અને તેનાં સગાસંબંધીઓની પુછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મોનિકાની ઓળખ એક સેલેબ્રિટી તરીકેની હતી. મોનિકા પર્ફ્યુમ ડિઝાઇનર બની તે પહેલા તે એક સારી ફોટોગ્રાફર અને ગ્રાફીક્સ ડિઝાઇનર પણ હતી. મોનિકા – યુરોપ – ભારત અને ન્યુયોર્ક સાથે સંકળાયેલા ઘણા સમ્મેલનો વર્કશોપમાં ભાગ લઇ ચુકી છે. મોનિકાનું માનવું છે કે દરેક વ્યક્તિની સ્મેલ બાબતે એક ખાસ પસંદ હોય છે અને તે વ્યક્તિનો મુડ બદલી શકે છે.

You might also like