ચાઈનીઝ ગાઈડને મોંમાં ચોપસ્ટિક રાખીને પરફેક્ટ સ્માઈલ શીખવવામાં અાવે છે

હસવું અાવે તો દિલ ખોલીને હસી લેવાનું, હસવામાં પણ પાછી પદ્ધતિ હોય? જો તમે ચીનમાં હો તો અા સવાલનો જવાબ હામાં અાવી શકે. ત્યાંના હેનાન પ્રાંતમાં અાવેલા કિંગમિંગ ગ્રેન્ડ રિવર પાર્ક ખાતે ચીનમાં ટૂર ગાઈડ બનવાની તાલીમ લઈ રહેલી યુવતીઓને પર્ફેક્ટ સ્માઈલ કઈ રીતે કરવું એ પણ શીખવવામાં અાવે છે. ત્રણેક વર્ષ પહેલાં ચીનની સામ્યવાદી સરકારે પ્રવાસીઓનું હસતા મોઢે સ્વાગત કરવા પર ભાર મૂકેલો. ચીનના લોકો માને છે કે પરફેક્ટ સ્માઈલ શીખવા માટે ચોપસ્ટિક શ્રેષ્ઠ એક પણ સાધન નથી તેથી મોંમાં બે દાત વચ્ચે ચોપસ્ટિક મૂકવામાં અાવે છે. ત્યાંની હોટલ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં અા રીતે પર્ફેક્ટ સ્માઈલ શીખવાડાય છે.

http://sambhaavnews.com/

You might also like