આ હિલસ્ટેશન મોનસૂન પછી ફરવાનું છે પરફેક્ટ ડેસ્ટિનેશન…

છત્તીસગઢનું ચિરમિરી એક ઘણું સુંદર હિલ સ્ટેશન છે જ્યાં તમે વીકેન્ડ અથવા થોડા દિવસ રજા લઇને ભરપૂર સૌંદર્યન લ્હાવો લઇ શકો છો. ચારેબાજુ હરિયાળી, પહાડ પરથી પડતા ઝરણાં તેમજ ઘણા બધા ટૂરિસ્ટ સ્પોટ્સ ખૂબસુરતીને બેગણી કરી દે છે.

આમ તો ચિરિમિરી કોરિયા જિલ્લામાં આવ્યું છે. જે ક્યારેક બ્રિટિશ સામ્રાજયનો એખ ભાગ હતો. 1998માં આ એક અલગ જિલ્લો બની ગયો. આ મૈસુરી, મનાલી અને શિમલા કરતા પણ અલગ હિલસ્ટેશન છે.

ચિરિમિરીમાં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ કરવા માટે પુરીથી શ્રમિકોને બોલાવામાં આવ્યા હતા. જેના કારણે આ મંદિરની બનાવટ ઘણી ખરી જગન્નાથ મંદિર જેવી લાગે છે. જ્યારે એક કિમીના અંતેર હલ્દીબાડીમાં કાલીબાડી મંદિર આવેલ છે.

જ્યારે બૈગાપારા માતા કાળીનું શક્તિપીઠ માનવામાં આવે છે જે બારતુંગમાં આવેલ છે. આ હિલ સ્ટેશનની મુલાકાત જઇએ તો ગોદારિપારાની ગુફામાં અવશ્ય જવું. ભક્તોની અપાર શ્રધ્ધાની સાથે તેની બનાવટ ખાસકરીને લોકોને આકર્ષિત કરે છે. માયામાયા મંદિરના ભારતમાં કુલ 52 શક્તિપીઠ છે.

જે દેવી લક્ષ્મી અને માં સરસ્વતીને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ 12-13મી શતાબ્દિમાં રાજા રત્નદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરના પરિસરમાં શિવ અને હનુમાનજીનું પણ મંદિર છે. ચિરિમિરીમાં 38 કિમી દૂર માનેદ્રગઢમાં અમૃતધારા વોટરફોલ છે. જે ખાસકરીને પિકનીટ સ્પોટ તરીકે જાણીતો છે.

ચિરિમિરી એક નાનું રેલવે સ્ટેશન છે પરંતુ બિલાસપુર રેલવે જંકશન સાથે દરેક મોટા શહેરો જોડાયેલા છે. જો તમે રોડમાર્ગે જવાનું પસંદ કરી રહ્યા હોય તો બિલાસપુરથી ચિરિમિરી 238 કિમી દૂર છે જ્યારે ભોપાલથી 654 કિમી દૂર છે.

ચિરિમિરીથી થોડે દૂર અનુપુર, કોટમા અને અંબિકાપુરમાં તમને રહેવા હોટલ્સનો સારો ઓપ્શન છે. આમ તો તમે ક્યારે પણ ત્યાં જઇ શકો છે પરંતુ મોનસૂનના થોડા સમય બાદ ત્યાંનો નજારો ઘણો સુંદર જોવા મળે છે.

You might also like