પેપ્સીકોનું પુનઃ આગમન : વનડે-ટેસ્ટ માટે કરાર

નવી દિલ્હી : હજુ ચાર મહિના પહેલા જ આઈપીએલના ટાઈટલ સ્પોન્સર તરીકે એકિઝટ લેનારી પેપ્સિકો ફરી એક વખત ક્રિકેટના મેદાનમાં પાછી ફરી છે. કંપનીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે ભારતમાં રમાનારી તમામ  વનડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટ મેચ માટે ગ્રાઉન્ડ સ્પોન્સર તરીકે ચાર વર્ષના કરાર કર્યા છે. પેપ્સી કોલા, કુરકુરે અને ટ્રોપીકાના જયુસે બીસીસીઆઈ સાથે ચાલુ સપ્તાહે કરાર કર્યા છે.

પેપ્સીકો કે બીસીસીઆઈએ સોદાની નાણાકીય વિગતો આપી ન હતી, પરંતુ આગામી કેટલાક દિવસોમાં સોદાની ઔપચારિક જાહેરાત થવાની શકયતા છે. પેપ્સીકોના પ્રવકતાએ જણાવ્યું કે અમે ક્રિકેટ સહિત તમામ સ્પોટ્ર્સમાં રસ ધરાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે ઓકટોબરમાં પેપ્સીએ મેચ ફિકસીંગ અને સટ્ટાના વિવાદને લીધે મુદ્દત પૂરી થવાના બે વર્ષ પહેલા જ આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશીપ છોડી દીધી હતી.

પેપ્સીકોની અણધારી એકિઝટ પછી ચીનની મોબાઈલ કંપની વિવોએ બે વર્ષ માટે આઈપીએલની ટાઈટલ સ્પોન્સરશીપ મેળવીછે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેપ્સીકોને ક્રિકેટમાં રસ છે અને તેણે ભારતમાં રમાનારી મેચોના સ્પોન્સરશીપ અધિકાર મેળવ્યા છે. કંપનીએ સિદ્ઘાંતના મુદ્દે આઈપીએલ છોડી હતી, પરંતુ તે ક્રિકેટના અન્ય પ્લેટફોર્મ પર પાછી ફરશે એ નિતિ હતું પેપ્સીકોના અધિકારીઓએ જણાવ્યુ હતું કે કંપની વિવાદિત સ્પોર્ટ (આઈપીએલ) સાથે જોડાવા માંગતી ન હતી.

એટલે કંપની અને ક્રિકેટ બોર્ડે પરસ્પર સંમતિથી એકિઝટની યોજના તૈયાર કરી હતી. ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં સ્પોટ ફિકિસંગ અને સટ્ટા સંબંધે ઘણા વિવાદ થયા હતા. જસ્ટીસ આર એમ લોઢા સમિતિની તપાસ પછી આઈપીએલની બે ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાઈ હતી.

You might also like