જોબ સિક્યોરિટી ધરાવતા લોકોને કેન્સર થવાનું રિસ્ક ઓછું

ઓસ્ટ્રેલિયન અભ્યાસકર્તાઓએ મિડલ એજના લોકો પર કરેલ સ્ટડીમાં તારણ નીકળ્યું છે કે જે લોકોના માથે સતત નોકરી છૂટી જવાની તલવાર લટકતી હોય છે તેમને કેન્સર થવાનું રિસ્ક સૌથી વધારે રહે છે.

જે લોકો સિક્યોર જોબ કરે છે અને પૂરતી સિક-લીવ છે અને પ્રિવિલેજ-લીવ પણ મેળવી શકતા હોય છે તેમના બોડીમાં સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

સ્ટ્રેસ લેવલ ઓછું હોય તો શરીરમાં સોજો, ઇરિટેશન, ઇન્ફેક્શન થવાની સંભાવના ઘટી જાય છે. જોબમાં સલામતીની ભાવના ધરાવતા લોકોમાં આ જ કારણસર કેન્સર થવાની શક્યતાઓ ઓછી હોય છે.

જો માણલ પાસે જોબ સિક્યોરિટી છે તો તે અંદરથી સ્ટ્રેસ ફ્રી રહે છે. તેને જોબ છુટી જવાનો અથવા જોબ બદલવાનો કોઈ ટેંશન રહેતું નથી. આ લોકો બીજા ઘણા લોકો કરતા વધુ ખુશ રહે છે.

You might also like