આધાર કાર્ડ વગરના લોકોને સરકાર નહીં આપે આ લાભ

નવી દિલ્હી: જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો જલ્દી બનાવી લો, કારણ કે કેન્દ્ર સરકારે 3 ડઝનથી વધારે કેન્દ્રીય યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા માટે આધારકાર્ડ જરૂરી બનાવી લીધું છે. જો કે જેમને આધાર બનાવડાવ્યું નથી, એ લોકા કોઇ પણ પરેશાની વગર 30 જૂન સુધી આધાર નંબર મેળવી શકે છે.

આ યોજનાઓ માટે જરૂર બન્યું આધારકાર્ડ

– જલ્દીથી ડાયરેક્ટ સબ્સિડી ફાયદા ટ્રાન્સફર કાર્યક્રમ હેઠળ દરેક 84 યોજનાઓ માટે આદાર કાર્ડ જરૂરી છે.

– જે લોકા પાસે હજુ સુધી આધારકાર્ડ નથી, એ લોકા 30 જૂન સુધી એના માટે અરજી કરી શકે છે.

– સરકાર હજુ સુધી 34 યોજનાઓ માટે આધારકાર્ડ જરૂરી બનાવી ચૂકી છે.

– એમાં નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ અને દીનદયાળ અંત્યોદય યોજના ફોર સ્કીલ ટ્રેનિંગનો પણ સમાવેશ થાય છે.

– સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ એલ.પી.જી અને ખાદ્યાન્ન પર સબ્સિડી મેળવવા માટે આધારને પહેલાથી જરૂરી કરી દેવામાં આવ્યું છે.

– સામાજિક ન્યાય મંત્રાલયએ પણ વિદ્યાર્થીઓ માટે 6 સ્કોલરશિપ મેળવવા માટે આધારને જરૂરી બનાવી લીધું છે.

– માનવ સંસાધન મંત્રાલયએ પણ વ્યસ્ક શિક્ષા માટે સાક્ષર બારત યોજના અને સર્વ શિક્ષા અબિયાન હેઠળ શિક્ષકો અને કર્મચારીઓને વેતન આપવા માટે આધાર જરૂરી બનાવી લીધું છે.

http://sambhaavnews.com/

You might also like