‘જે વંદે માતરમ ગાશે નહી, તે ભારતીય નહી’

રાંચી: ભાજપના વરિષ્ઠ નેતા અને શહેરી વિકાસ મંત્રી સીપી સિંહે કહ્યું હતું કે જે ભારતમાં રહીને પણ અહીંની માટી ખાય છે તેણે ‘વંદેમાતરમ’ અને ‘જન ગણ મન’ ગાવું જ પડશે.

સીપી સિંહના અનુસાર ભારતમાં અફજલ ગુરૂ પેદા થવા દેવામાં આવશે નહી. જે લોકો ભારતીય હોવાનો દાવો કરે છે તેમણે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગાવું જ પડશે.

ઝારખંડમાં ભાજપના વરિષ્ઠ નેતા સીપી સિંહે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં કથિત રીતે ભારત વિરોધી નારેબાજી કરનાર વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહેલા રાહુલ ગાંધી પર રાજકારણ રમી રહ્યાં હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ઉપાધ્યક્ષે દેશદ્રોહીઓની સાથે ઉભા રહીને દેશહોદ્વનું કામ કર્યું છે.

વિધાનસભા પરિસરમાં સીપી સિંહે કહ્યું હતું કે ‘વંદે માતરમ’ કે ‘જન ગણ મન’ ગાવા માંગતું નથી તેને ભારતીય કહેડાવવાનો હક નથી. તેમણે કહ્યું કે આ કેવી વાત છે કે તમે જે દેશનું મીઠું ખાવ છો, જેની આબોહવા લે છે, તેને જ ગાળો આપો છો? તેમણે પૂછ્યું કે આ દેશની સાથે ગદ્દારી કે દેશદ્રોહ નથી? આ પહેલાં સોમવારે રાંચીના ફિરાયાલાલ ચોક યોજાયેલી જનસભામાં પણ સામેલ દેશ વિરોધી તાકતો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

You might also like