વર્ક આઉટ કરીને થાકી ચૂકેલા લોકો સિક્સ પેક એબ્સ માટે થાઈલેન્ડમાં સર્જરી કરાવે છે

થાઈલેન્ડમાં સર્જરી માટે લોકો સિક્સ પેક એબ્સ કરાવી રહ્યા છે. આ એવા લોકો છે જે સિક્સ પેક એબ્સ મેળવવા માટે ખૂબ જ વર્ક આઉટ કરતા હતા, પરંતુ તેમને સફળતા મળી નથી. હવે તેઓ ઈમ્પ્લાન્ટ સર્જરી હેઠળ પેટની ચારેય બાજુ ફેલાયેલી ચરબીને હટાવે છે કે જેથી સિક્સ પેક બહાર આવી શકે.

થાઈ વેબસાઈટ કોકોનટ્સના જણાવ્યા મુજબ આ વિધિ ખૂબ જ અસરકારક છે. સર્જરી બાદ બોડી એકદમ નેચરલ દેખાય છે. સિક્સ પેક એબ્સની અસર પણ લાંબા સમય સુધી રહે છે. સિક્સ પેક એબ્સની સર્જરીનો દાવો કરી રહેલા બેંગકોકની આ હોસ્પિટલનું નામ માસ્ટર પિસ છે. આ એવી હોસ્પિટલ છે કે જ્યાં કોસ્મેટિક સર્જરી કરાય છે.

હોસ્પિટલનો દાવો છે કે સર્જરીમાં ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. આ પ્રક્રિયામાં સિલિકોન ઈમ્પ્લાન્ટ લગાવાતા નથી, કેમ કે સિલિકોન ઈમ્પ્લાન્ટ બાદ શરીર સારું દેખાતું નથી. હોસ્પિટલનું કહેવું છે કે સર્જરીમાં ૨,૬૦,૦૦૦નો ખર્ચ આવે છે.

હોસ્પિટલના સીઈઓ સર્જન રાવીવાત મેસચમાદોએ જણાવ્યું હતું કે અમે ત્રણ ચાર વર્ષથી આ સર્જરી કરી રહ્યા છે. અમને પણ થાઈલેન્ડની અન્ય હોસ્પિટલોની જેમ લાઈસન્સ મળ્યું છે. અમે દર મહિને ૨૦-૩૦ લોકો તરફથી સર્જરીની રિક્વેસ્ટ મળી રહી છે. આ સર્જરી માટે હોસ્પિટલમાં આવનારા ૯૦ ટકા લોકો એવા છે કે જે રોજ જિમમાં વર્કઆઉટ કરે છે, પરંતુ તેમના પેટ પરનો ફેટ ઘટતો નથી અને તેઓ સિક્સ પેક એબ્સ મેળવી શકતા નથી.

સિક્સ પેક એબ્સ માટે સામાન્ય માટે યુવકો માટે વર્ક આઉટ કરવાની અને વજન ઘટાડવાની જરૂર હોય છે. અમારી પાસે મોટા ભાગના કસ્ટમર એવા આવે છે કે જેની માંસપેશિયો વધુ હોય છે. જ્યારે દરેક વ્યક્તિ ઓછા સમયમાં વધુ મહેનત કરીને પાતળા બનવા ઈચ્છે છે.

મીડિયા રિપોર્ટ મુજબ હવે દુનિયાના ઘણા દેશોમાં આ પ્રકારની સર્જરી થઈ રહી છે. હોસ્પિટલનો દાવો છે કે આ સર્જરીથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીર પરથી જાણી શકાય છે કે સર્જરી બાદ રિકવરીની પ્રક્રિયા દર્દ ભરી હોય છે.

You might also like