સ્વિમિંગ માટે અાવતા લોકો શાવર પણ ચોરી ગયા!

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દસ મહિના પહેલાં અમદાવાદના સૌથી જૂના સ્નાનાગારનું ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સ્નાનાગારમાં સ્વિમિંગ કરવા માટે આવતા લોકો બાથરૂમમાં નાહવા માટે લગાવેલા શાવર ચોરીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે શૌચાલયના દરવાજાની સ્ટોપર પણ તૂટેલી હાલતમાં છે. સ્નાનાગારમાં કોઇપણ પ્રકારની કીમતી ચીજ વસ્તુઓ મૂકવા માટે લોકર નથી.
વર્ષ 1958માં અમદાવાદમાં સૌથી પહેલું સ્નાનાગાર લાલ દરવાજા વિસ્તારમાં આવેલ એમએટીએસના બસ સ્ટેન્ડ પાસે શેઠ શ્રી રમણલાલ લલ્લુભાઇના નામે બનાવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા 50 વર્ષ પછી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ગત વર્ષે આ સ્નાનાગારનું નવીની કરણ કરવામાં આવ્યું હતું. નવીનીકરણ થયેલા આ સ્નાનાગારનું ઉદધાટન પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્નાનાગારમાં મહિલા ચેન્જ રૂમ તથા પુરુષો માટે ચેન્જ રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં બંને ચેન્જ રૂમમાં ૧૩ શાવર મુક્યા છે. આ સ્નાનાગારમાં મહિલાઓ પુરુષો તથા બાળકો થઇને ૨૨૦૦ સભ્ય છે જેમાં દરરોજ અંદાજે 1200 થી 1500 લોકો સ્વિમિંગ કરવા માટે આવે છે. સ્વિમિંગ બાદ નહાવા માટે બાથરૂમમાં શાવર લગાવેલા છે. જોકે પુરુષોના ચેન્જરૂમમાં 12 જેટલા શાવરની ચોરી થઇ  ગઇ છે.
આખા ચેન્જ રૂમમાં માત્ર એક જ શાવર છે. માત્ર શાવરની જગ્યાએ પાઇપો જ દેખાય છે. મહત્વની વાત એ છે કે કોઇ પણ ચેન્જ રૂમની હાલત એટલી ખરાબ છે કે કોઇપણ વ્યકિતએ બાથરૂમમાં જઇને નહાવું હોય કે પછી શૌચાલય જવું હોય તો તેમને દરવાજો પકડીને બેસી રહેવું પડે છે કારણકે સ્નાનાગારમાં નહાવા માટે આવેલા સભ્યોએ બાથરૂમ તથા શૌચાલયના દરવાજાની કડીઓ પણ તોડી નાખી છે.
આ મુદ્દે સ્નાનાગારના ઇન્ચાર્જ દિનેશભાઇ ભટ્ટે જણાવ્યુ છેકે લોકો સ્વિમિંગ કરવા માટે આવે છે તે લોકો શાવર લઇને જતા રહ્યા છે શાવરમાંથી પાણી બરાબર નહી આવતું હોવાની ફરિયાદો પણ સભ્યોએ કરી હતી. આ સિવાય બાથરૂમ અને શૌચાલયના દરવાજાની કડીઓ પણ તોડી નાખી છે. જ્યારે અમે કોઇને રોકટોક કરીએ તો બિનજરૂરી માથાકૂટ કરે છે. સ્નાનાગારમાં પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ હોવાના કારણે કોઇપણ સભ્યોની તપાસ થતી નથી અને અમને પણ ચેન્જરૂમમાં જવાની મનાઇ છે.
અમદાવાદના કોઇપણ સ્નાનાગારમાં લોકર રૂમ નહીં હોવાનું સામે આવ્યુું છે. દિનેશભાઇ જણાવે છે કે રમણલાલ લલ્લુભાઇ સ્નાનાગારમાં પહેલાં લાકડાના લોકર રૂમ હતા જોકે નવીનીકરણ પછી નવા લોકર રૂમ બનાવવામાં આવ્યા નથી અને 2200 સભ્યોને લોકર રૂમ બનાવવા મુશ્કેલ છે. .
મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનાગારના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ પથિક શાહે અા અંગે જણાવ્યું છે કે અમે તપાસ કરીશંુ અને હવેથી અાવું ન બને તે માટે યોગ્ય પગલા લઈશું

You might also like