નવા વાડજના ભરવાડવાસ પાસે જુગાર રમતા ૧પ શખસ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ ભરવાડ વાસ નજીક જાહેરમાં જુગાર રમતા ૧પ જેટલા શખસની વાડજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રોકડા રૂ.૯૪,૬૮૦, મોબાઇલ અને વાહનો મળી રૂ.૩.ર૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે વાડજ પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એ. રાઠવાને બાતમી મળી હતી કે નવા વાડજ ભરવાડ વાસ પાસે કેટલાક શખસો જુગાર રમી રહ્યા છે. જેના આધારે વહેલી સવારે ચાર વાગ્યે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમ્યાન ૧પ જેટલા જુગારિયાની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે રોકડા રૂ.૯૪,૬૮૦, સાત મોબાઇલ, ત્રણ ટુ વ્હીલર અને અલ્ટો કાર મળી રૂ.૩.ર૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ શ્રાવણિયો જુગાર રમતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

You might also like