અડધી રાતે ATM! બે દિવસ તમામ ATM બંધ હોવાથી લોકોમાં પૈસા કાઢવામાં લાગી રેસ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવી જ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને કર્યું મોટું એલાન ત્યાં સમગ્ર દેશ હચમચી ગયો. મોદીની જાહેરાત પછી સમગ્ર દેશમાં લોકો ATM પર ઉમટી પડ્યા જેથી મંગળવાર રાતના 12 વાગ્યા પહેલા પૈસા કાઢી શકે. કેમ કે આવનારા બે દિવસો સુધી ATM બંધ રહેશે. અને ATM શરૂ થશે ત્યારે માત્ર 2000 રૂપિયા જ કાઢી શકાશે. આ રીતે લોકો

ATMમાંથી પૈસા કાઢવા માટે માત્ર 4 કલાકનો સમય મળ્યો. દેશમાં વિવિધ એટીએમ સેન્ટરો પર લાંબ લાઈનો જોવા મળી રહી છે.
પીએમ મોદીની જાહેરાત પછી દેશભરમાં લોકોની મોટી ભડી એટીએમ સેન્ટરો પર ઉમટી પડી છે કેમ કે આવતી કાલે સવારે દૂધ-દહીં, છાશ અને શાકભાજી માટે પૈસા કાઢી શકે કેમ કે આવનારા બે દિવસો સુધી દેશભરના તમામ ATM સેન્ટરો બંધ રહેશે.

નોંધપાત્ર છે કે પીએમ મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું છે કે કાળાં નાણાં પર લગામ કસવા માટે આ મોટા પગલાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીના આ એલાન પછી સમગ્ર દેશમાં અફરાતફરી મચી ગઈ છે.

You might also like