સમૂહ લગ્નમાં લૂંટફાટ : નદીમાંથી મળી આવી આયોજકની લાશ

અમદાવાદ : વટવામાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં લૂંટફાટના દ્રશ્યો સર્જાયા હતા. 80 યુગલોએ આયોજકો તરફથી અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવાની હતી. જો કે અવ્યવસ્થા સર્જાતા લોકોએ વસ્તુઓ માટે લૂંટ ચલાવી હતી. લૂંટફાટ બાદ લોકોએ મંડલ ખુરશીઓ પણ તોડી નાખી હતી. સમુહલગ્નની લૂંટફાટની આ ઘટના માધ્યમોમાં છવાઇ ગઇ હતી. જો કે બીજા જ દિવસે આયોજક રફીક છીપાની લાશ સાબરમતી નદીમાંથઈ મળી આવતા અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે.

પોલીસે હાલ રફીક છીપાના મોતના કારણ અંગે વધારે તપાસ ચાલુ કરી દીધી છે. જો કે આ મોત કેમ થયું શું આત્મહત્યા છે કે પછી હત્યા તેવા મુદ્દાઓ પર હાલ પોલીસ તપાસ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ પોસ્ટ મોર્ટમની રાહ જોઇ રહી છે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વટવા સૈયદ વાડી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહલગ્ન કમિટી દ્વારા 16માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતક રફીક છીપાએ લગ્નનાં આયોજન માટે છેકરા છોકરી બંન્ને પક્ષો પાસેથી કુલ 11 હજાર લીધા હતા. લગ્નમાં ભેટ આપવાની વસ્તુઓમાં કેટલાક યુગલોને વધારે વસ્તુઓ આપવાનો પ્રયાસ થયો હતો. જેનાં પગલે હોબાળો થતા આયોજક ગાયબ થઇ ગયા હતા. ત્યાર બાદ વસ્તુઓની લૂંટ અને તોડફોડ થઇ હતી. ઉપરાંત લગ્નનાં કેટલાક સર્ટિફિકેટ પણ ખોટા હોવાનું સાબિત થયું હતું.

You might also like