માનતા પૂરી થતા માતાને ચઢાવાય છે ચંપલ

હંમેશા મંદિરમાં પ્રવેશ કરતી વખતે ચંપલ મંદિરની બહાર કાઢવામાં આવે છે. પરંતું ભારતમાં એક એવું મંદિર છે કે જ્યાં ભગવાનને ચંપલ અને સેન્ડલ ચઢાવવામાં આવે છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જીજી બાઇનું મંદિર છે. ત્યાં પોતાની આગવી પરંપરાને કારણે આ મંદિર પ્રખ્યા છે. 18 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના વખતે શિવ પાર્વતી વિવાહ કરવામાં આવ્યો હતો. ત્યારથી અહીં દેવી સિદ્ધીને લોકો પોતાની પુત્રી માને છે અને પુત્રીના દરેક લાડકોડ પૂરા કરે છે.

ગરમીની સિઝનમાં લોકો અહીં ચંપલ સાથે ચશ્મા, ટોપી અને ઘડિયાળ પણ ચઢાવે છે. કેટલીક વખત તો દિવસમાં બે ત્રણ વખત માતાના કપડાં પણ બદલાવામાં આવે છે. લોકોની માનતા પૂરી થતા તેઓ મંદિરમાં ચંપ્પલ અને સેન્ડલ ચઢાવે છે. કેટલાક વિદેશી ભક્તો માતા માટે વિદેશથી પણ વસ્તુઓ લાવીને ભેટ ચઢાવે છે. આ મંદિરની લોકપ્રિયતા દિવસેને દિવસે એટલી વધી રહી છે કે મોટી સંખ્યામાં લોકો અહીં ચંપલનો ચઢાવો માતાને કરે છે.

You might also like