લોકો જીવતા રહેશે તો ભારત માતા કી જય બોલશે : શિવસેના

મુંબઇ : રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતી છે ત્યારે ભારત માતા કી જયનાં વિવાદમાં દેવેન્દ્રફડણવીસે જુકાવ્યું છે. જો કે શિવસેનાએ ફડણવીસની આકરી ઝાટકણી કાઢી છે. રાજ્યમાં સત્તારૂઢ શિવસેનાએ કહ્યું કે ભારત સમર્થનમાં નારા લગાવવા માટે લોકોને જીવતા રહેવું પડશે. શિવસેનાનાં મુખપત્ર સામનામાં પાર્ટીએ કહ્યું કે સારૂ થશે કે તેઓ (ફડણવીસ) ભારત માતા કી જયનાં બદલે તેનો યુદ્ધધોષ કરત કે દરેક વ્યક્તિને દરેક ઘરને પીવાનુ પાણી પહોંચાડશે અથવા તો મુખ્યમંત્રીપદ છોડી દેશે.

સંપાદકિયમાં શિવસેનાએ સરકારની ઝાટકણી કાઢતા લખ્યું કે ભારત માતા કી જય બોલવું જોઇએ, પરંતુ તેના માટે માણસ જીવતો હોવો જરૂરી છે. હાલમાં ભારત માતા કી જય બોલવા અંગે પુરજોરમાં રાજનીતિ ચાલી રહી છે. મારી મુખ્યમંત્રીની ખુર્શી ભલે જાય પણ હું ભારત માતા કી જયનો નારો લગાવીશે. મુખ્યમંત્રી દ્વારા અપાયેલું સારૂ આહ્વાન છે. પરંતુ ભારત માતા ના સંતાનો પાણી વગરનાં વલખા મારી રહ્યા છે. એખ બીજાનું લોહી રેડી રહ્યા હોય તેવી ઘટનાઓ પણ બની રહી છે.

પાર્ટીએ યાદ અપાવ્યું કે યુવાનો નકસલવાદ તરફ વળી રહ્યા છે અને અન્યાયની વિરુદ્ધ હથિયાર ઉઠાવી રહ્યા છે. શિવસેનાએ સવાલ કર્યો કે શું મરાઠાવાડનાં લોકો એક ઘૂંટડા પાણી માટે હથિયાર ઉઠાવશે અને આતંકવાદીઓ બની જશે. શું સરકાર આ બધુ થવા દેશે. સંપાદકિયમાં કહેવાયું કે જો તેવું થશે તો ભારત માતા કી જયનો કોઇ જ અર્થ નહી રહે. જો લોકો ખુશ રહેશે તો ભારત માતા પણ ખુશ થશે. પરંતુ પાણી માટે તેનાં બાળકો હથિયાર ઉઠાવે તે માતાને ક્યારે પણ નહી ગમે.

You might also like