Whatsapp પહેલાં લોકોએ જ સુધરી જવાની તાતી જરૂર છે

તાજેતરમાં વોટ્સએપના સીઇઓ ક્રિસ ડેનિયલ અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ વચ્ચે મુલાકાત થઈ હતી. રવિશંકર પ્રસાદે વોટ્સએપના સીઈઓને ભારતીય કાયદા પ્રમાણે કામ કરવાની સલાહ આપી હતી અને જો એમ નહીં થાય તો વોટ્સએપ સામે ગુનાને પ્રોત્સાહિત કરતી કલમ હેઠળ કામ ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ હતી. વોટ્સએપના સીઈઓએ બાંયધરી પણ આપી કે ભારતીય કાયદા મુજબ જ કામ કરવામાં આવશે.

આમાંથી એક વાત શીખવા જેવી એ છે કે કદાચ ભારતીય કાયદાની બીકે વોટ્સએપની કાર્યપ્રણાલી સુધારી દેશે પરંતુ ભારતીય પ્રજાનું શું? જરાક ક્યાંક વરસાદ થયો હોય તો જાણ્યા સમજ્યા વગર ગમે ત્યાંથી ગમે તે ફોટા ઉપાડીને તરત જ ફોરવર્ડ કરવાની કળામાં ભારતીય જનતા પાવરધી થઈ ગઈ છે.

સરકાર ભલે ગમે તેટલા કડક નિયમો બનાવે, પરંતુ જ્યાં સુધી લોકો નહીં સુધરે અને અફવા ફેલાવવાની માનસિક દૂર નહીં કરે ત્યાં સુધી કોઇ સુધારો થવાનો નથી એ વાત દીવા જેવી સ્પષ્ટ છે.

કેન્દ્ર સરકાર ભારતીય કાયદા હેઠળ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી નક્કી કરવા માટે સપ્ટેમ્બર સુધીમાં નવા નિયમો અને ગાઇડ લાઇન જારી કરનારા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અફવાઓ કે અપમાનજનક કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પર ફેલાતા રોકવા ઝડપથી પગલાં ભરે તે બાબત સરકાર હવે સુનિશ્ચિત કરશે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટની કલમ-૭૯ હેઠળ ગાઇડ લાઇન જારી કરવામાં આવશે. આ અગાઉ સરકારે સ્વીકાર્યું હતું કે અફવાઓને કારણે હિંસાની ઘટનાઓને ધ્યાનમાં લઇને એકશન લેવા માટે જે માગણી કરી હતી તેના પર મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપ દ્વારા યોગ્ય પ્રતિક્રિયા કે કાર્યવાહી કરવામાં આવી નથી.

સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ કંપનીઓની જવાબદારીઓ નક્કી કરવા માટેનો ડ્રાફટ તૈયાર જ છે. એક લિગલ ફર્મ તેના પર વિચારણા કરી રહી છે અને તેના અભિપ્રાય બાદ સપ્ટેમ્બર સુધીમાં આ ગાઇડલાઇન જારી થઇ જશે.

સૂચિત ગાઇડલાઇન અનુસાર ગ્લોબલ ઇન્ટરનેટ અનેે સોશિયલ મીડિયા કંપનીઓને એક ગ્રિવેન્સીઝ અધિકારીની નિમણૂક કરવી પડશે અને આ અધિકારીએ ફરિયાદ થયાના થોડા જ કલાકોમાં એકશન લેવાની જવાબદારી અદા કરવી પડશે.

આ ઉપરાંત કંપનીઅોને મેસેજનો સ્રોત જાણવા માટેનો ઉકેલ ડેવલપ કરવો પડશે. આઇટી એકટની કલમ-૭૯ની ઇન્ટર મીડિયાની ગાઇડ લાઇન્સને ર૦૧૧માં નોટિફાઇડ કરવામાં આવી હતી. તેમાં હવે કંપનીએ યોગ્ય કાળજી લેવી પડશે અને તેમાં કંપનીઓને વાંધાજનક કન્ટેન્ટ હટાવવા માટે ૩૬ કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એવું જણાવાયું હતું કે કંપનીએ પોતાની વેબસાઇટ પર એક ગ્રિવેન્સીઝ અધિકારીની નિમણૂક કરી તેમનું નામ આપવું પડશે, પરંતુ કંપનીઓએ આ ગાઇડ લાઇન્સનો કડકાઇથી અમલ કર્યો નહોતો.

કોઈ પણ પોસ્ટની તપાસ કર્યા વિના તેને તરત જ આગળ મોકલવું એ આપણો રાષ્ટ્રીય ધર્મ થઈ ગયો હોય તેમ લાગે છે. આટલું ઓછું હોય તેમ કેટલીય વખત આપણે જોઈએ છીએ કે અમુક સેલિબ્રિટીઓના અકસ્માતમાં મોતની પોસ્ટ પણ વાઈરલ થતી હોય છે. આ બધી આપણે ઊભી કરેલી પંચાત છે.

આમ જોઇએ તો સોશિયલ મીડિયા તમામ જનતા માટે વરદાનરૂપ છે, પરંતુ આપણે તેના ગેરઉપયોગને કારણે આવી સારી વસ્તુને શાપરૂપ સાબિત કરી દીધી છે. શહેરના કોઈ પણ વિસ્તારમાં નાની-અમથી કોઈ ઘટના બની હોય કે કોઈ બે કોમ વચ્ચે છમકલું થયું હોય તો વોટ્સએપ એ છમકલાને શાંત કરવાની અને છમકલાને તોફાનમાં ફેરવવાની ક્ષમતા રાખે છે, પરંતુ આપણે શાંત કરવાની વોટ્સએપની ક્ષમતાથી દૂર ભાગતા હોઈએ છીએ અને તરત જ એ છમકલાને કેવી રીતે તોફાનમાં પરિવર્તિત કરવું એની પેરવીમાં લાગી જતાં હોઈએ છીએ.

બીજી તરફ કોઈની વહાલસોયી વ્યક્તિ ખોવાઈ ગઈ હોય અને એ પાછી મળી પણ ગઈ હોય તોય મહિનાઓ સુધી આપણે કોઈ પણ તપાસ કે ચોખવટ કર્યા વિના એ પોસ્ટ બીજાની મદદ માટે ફોરવર્ડ કરતાં હોઈએ છીએ. આમાં કેટલાય લોકોને કેટલો ત્રાસ ભોગવવો પડતો હોય છે તેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. શહેરની ટ્રાફિક સમસ્યા અંગે આપણે હજુ સુધી સુધર્યા નથી તો પછી સુધારાની પ્રક્રિયા તરફ આગળ વધી શકીશું ખરાં?

divyesh

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

1 day ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

1 day ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

1 day ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

1 day ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

1 day ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

1 day ago