આ ગામમાં 150 વર્ષોથી કોઈ હોળી રમ્યું નથી, કારણ જાણશો તો ચોંકી જશો…

દેશમાં હોળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અબીલ ગુલાલ માર્કેટમાં પહોંચી ગયા છે. દેશની સાથે સાથે દહેરાદૂનમાં પણ હોળીની તૈયારીઓ લોકોએ શરૂ કરી દીધી છે, પરંતુ જિલ્લાના ક્વીલી, કુરઝણ અને જોંદલા ગામમાં હોળીની કોઈ જ હલચલ જોવા મળી રહી નથી. છેલ્લા 150 વર્ષોથી આ ગામમાં હોળી રમવામાં જ આવતી નથી.

જિલ્લા મુખ્યાલયથી 30 કિમી દૂર આ ત્રણેય ગામમાં 17મી સદીથી લોકો આવીને વસી રહ્યા છે. જમ્મ-કાશ્મીરથી કેટલાક પંડિત પરિવાર પોતાના યજમાન સાથે આવીને અહીં 370 વર્ષ પહેલા આવીને વસી ગયા હતા. આ લોકોએ પોતાની ઈષ્ટદેવી ત્રિપુરા સુંદરીની મૂર્તિ પણ સ્થાપિત કરી હતી.

ગામના લોકો ઈષ્ટદેવી ત્રિપુરા સુંદરીને વૈષ્ણોદેવીની બહેન માનીને પૂજે છે. ગ્રામજનોનું માનવું છે કે, તેમના ઈષ્ટદેવી ત્રિપુરા સુંદરીને હોળીની ધમાલ પસંદ નથી. તેઓ વર્ષોથી હોળી ઉજવતા નથી. ગ્રામીણો જણાવે છે કે, 150 વર્ષ પહેલા ગામના લોકોએ હોળી ઉજવી હતી, તો ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો હતો. તેથી લોકો હોળી ઉજવતા નથી.

You might also like