ઝારખંડ : ચોટલી કાપ્યાની શંકામાં ટોળાએ 5 લોકોને માર્યા,1નું મોત

સાહેબગંજ : રાધાનગર ગામમાં સવારે ચોટલી કાપતી એક ટોળકી હોવાની શંકાનાં આધારે પાંચ ભિખારીઓને લોકોએ ખુબ માર્યા. આ ઘટનામાં એક મહિલાનું મોત થઇ ગયું હતું. જ્યારે 9 વર્ષનો એક છોકરો ગંભીર રીતે ઘાયલ થઇ ગયો. પરિસ્થિતી ત્યારેવધારે વણસી ગઇ જ્યારે સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પથ્થરમારામાં બડહરવા પોલીસ સ્ટેશનનાં એસઆઇ કપિલ દેવ કેસરીને પણ ઇજા પહોંચી છે. વિસ્તારમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલ પરિસ્થિતી તંગ છે. અગાઉ ઝારખંડ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આવી અફવાનાં પગલે આવી ઘટનાઓ સતત વધી રહી છે. ગામમાં એક છોકરીની ચોટલી કપાઇ હોવાની વાત સામે આવી હતી. જેનાં મુદ્દે ગામમાં હોબાળો મચી ગયો હતો.

દરમિયાન ગામમાં પાંચ ભિખારીઓ આવ્યા હોવાનું ગામમાં ચર્ચા થઇ હતી. લોકોને શંકા થઇ કે આ લોકો ચોટલી કાપતી ટોળકીનાં સભ્યો છે. જેના પગલે ગામના લોકોએ તેમને પકડીને માર મારવાનું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ પરિસ્થિતી એટલી વણસી હતી કે જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું.

You might also like