રાહુલ ગુજરાતમાં પ્રચાર કરે છે, ત્યારથી ભાજપ ડરી રહ્યું છેઃ સચિન પાયલોટ

અમદાવાદઃ રાજસ્થાનનાં કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટ કોંગ્રેસનાં પ્રચાર માટે અમદાવાદમાં જોડાયા છે. અમદાવાદ એરપોર્ટ પર સચિન પાયલોટે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ જયારથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે, ત્યારથી ભાજપ હવે ડરી રહ્યું છે.

ગુજરાતમાં કેટલાક સમાજનું શોષણ થયું છે અને અગામી ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે, જ્યારે કોંગ્રેસનો વિજય થશે. અમદાવાદ બાદ સચિન પાયલોટ રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ જ જીતશે.

સચિન પાયલોટે નિવેદન આપતાં જણાવ્યું કે ગુજરાતની જનતા પણ હવે એવું ઇચ્છી રહી છે કે અહીંયા સત્તા પરિવર્તન હવે જરૂરી છે. જનતાનાં ચૂંટણીલક્ષી રિપોર્ટનમે લઇ હું આ વખતે ચૂંટણીને લઇ બિલકુલ સ્વસ્થ છું. ભાજપ હવે ગમે તે કરી લે પણ આ ચૂંટણીમાં તેમના માટે જીતવું ઘણું જ મુશ્કેલ બની જશે.

ભાજપ હવે કોંગ્રેસ પર જાતિવાદનાં ભાગલાનો આરોપ લગાવી રહ્યું છે. આજે દરેક પ્રકારનાં સમાજ પર જે પણ અત્યાચારો થયાં, લાઠીચાર્જ કરવામાં આવ્યા તેમજ ગોળીબારો કરવામાં આવ્યા તે કોની સરકારનાં રાજમાં થયું એ સૌ કોઇ જાણે છે.

હાર્દિકની સીડીને લઇ ભાજપ પર પ્રહાર કરતાં નિવેદન આપતાં જણાવ્યું કે જો ભાજપ સક્ષમ હોત અથવા પોતાનાં કામ પર જો તેને વિશ્વાસ હોત તો લોકોનાં ચરિત્રને હનન કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે તે કદાચ ના થઇ રહી હોત.

You might also like