પેન્શનર્સને ગંભીર બીમારીના ઈલાજની સુવિધા

નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ પોતાના પેન્શનર્સને ગંભીર બીમારી માટે ઇલાજ અને સારવારની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો લાભ ૫૦ લાખથી વધુ પેન્શનર્સને મળશે. ઇપીએફઓએ આ યોજનાને આખરી ઓપ આપવાની જવાબદારી એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી)ને સોંપી છે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (સીબીટી)ના સભ્ય ડી.એલ. સચદેવાએ જણાવ્યું હતું કે ૩૦ તારીખે યોજાનારી સીબીટીની બેઠકના એજન્ડામાં પેન્શનર્સને સેકન્ડરી અને ટર્સરી લેવલની સ્વાસ્થ્ય સુવિધા આપવાની દરખાસ્તને સામેલ કરવામાં આવી છે.

પેન્શનર્સના ઇલાજની સ્કીમ માટે સરકાર અને પેન્શનર્સ બંનેને કોન્ટ્રિબ્યૂટ કરવાનું જણાવાશે. તેનાથી આ સ્કીમ સેલ્ફ સસ્ટેનેબલ બની શકશે. નિવૃત્તિ બાદ પેન્શનર્સને કેન્સર, હૃદયરોગ અને અન્ય બીમારીઓનો ખતરો વધુ રહે છે. તેથી તેમના માટે આ યોજના ખૂબ જ મહત્ત્વની બની રહેશે.
http://sambhaavnews.com/

You might also like