ગણિતના હોમવર્કમાં પૂછવામાં આવ્યો સેક્સ સાથે જોડાયેલો સવાલ

પેન્સિલવેનિયા: અમેરિકાની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ગણિતના હોમવર્કમાં જાતીય ઉત્તેજના સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો છે. એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે એજેલોની આઠ વર્ષની ઉંમરના જાતીય સતાવણી કરવામાં આવી જેનાથી તેમના કેરિયરની દિશા બદલાઈ ગઈ અને તે લખવા માટે પ્રેરિત થયો.

આ સ્કૂલ અમેરિકાના પેન્સિલ્વેનિયા શાળામાં આવેલી છે. વિદ્યાર્થીઓને જ્યારે એલ્જિબ્રાની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સવાલો હલ કરવા માટે એસાઇન્મેન્ટ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્તીઓના માતા-પિતાએ સ્કૂલના અધિકારીઓ પાસેથી આ હોમવર્કને લઈને ફરિયાદ નોંધાવી હતી.

આ હોમવર્કમાં એક બીજો સવાલ એવી રીતે પૂછવામાં આવ્યો હતો જે ગણિતના એસાઇન્મેન્ટ કરતાં અલગ છે. આ બીજા સલાલમાં એક એકલી મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પોતાના દીકરાને મોટો કરવા માટે વેશ્યાવૃત્તિ અથવા તેના જેવા કામો કરે છે. આ સવાલ મશહૂર અમેરિકન લેખિકા માયા એન્જેલોની જિન્દગી પર આધારિત છે, પરંતુ વિદ્યાર્થીઓના માતાપિતાએ ફરિયાદ નોંધાવી છે કે આ સવાલ સગીર વયના બાળકો માટે યોગ્ય નથી અથવા આને ગણિત સાથે કોઈ લેવાદેવા નથી.

બે વર્ષ પહેલા પણ ફ્લોરિડાની એક શાળામાં આવા જ એક એસાઇન્મેન્ટને લઈને વિવાદ ઊભો થયો હતો અને તેના પણ માતાપિતાઓ દ્વારા હોવાળો કરવામાં આવ્યો હતો.

You might also like