RBI દ્વારા પાંચ પ્રી-પેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ પર કરોડોની પેનલ્ટી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેગ્યુલેટરી નોર્મ્સના ઉલ્લંઘન બદલ વોડાફોન એમ-પેસા અને ફોન-પે સહિત પાંચ પ્રી-પેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ પર દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત વેસ્ટર્ન યુનિયન ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ પર પણ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરવા બદલ દંડ ફટકાર્યો છે, જે અમેરિકન કંપની છે.

આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ-૨૦૧૭ની કલમ-૩૦ હેઠળ મળતી સત્તા અન્વયે આરબીઆઇએ રેગ્યુલેટરી ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનાર પાંચ પીપીઆઇ ઈશ્યૂઅર્સ પર પેનલ્ટી લગાવી છે. આ અંતર્ગત વોડાફોન એમ-પેસા પર રૂ. ૩.૦૫ કરોડ અને મોબાઇલ પેમેન્ટ્સ, ફોન-પે અને જીઆઇ ટેક્નોલોજી પર ૧-૧ કરોડની પેનલ્ટી લગાવવામાં આવી છે.

આ ઉપરાંત વાય-કેશ સોફ્ટવેર સોલ્યુશન્સ પર રૂ. પાંચ લાખની પેનલ્ટી લગાવવામાં આવી છે. આરબીઆઇએ રેગ્યુલેટરી ગાઇડલાઇન્સના નોન કમ્પ્લાયન્સ પર વેસ્ટર્ન યુનિયન ફાઇનાન્શિયલ સર્વિસ, યુએસએ અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ્સ ઇન્કોર્પોરેશન, યુએસએ પર અનુક્રમે રૂ. ૨૯,૬૬,૯૫૯ અને રૂ. ૧૦,૧૧,૬૫૩ની પેનલ્ટી લગાવી છે.

You might also like