જાણો , બેંકોમાં 2.5 લાખથી વધારે જમા કરાવવા પર કેટલો લાગશે ટેક્સ..

નવી દિલ્હીઃ સરકારે લોકોને ચેતવ્યા છે કે મોટી નોટોનું ચલણ બંધ કર્યા બાદ તેમને પૈસા જમવા કરવા માટે 50 દિવસની છૂટ આપવામાં આવી છે. આ અવધિમાં 2.5 લાખ રૂપિયાથી વધારે નાણા જમા કરાવવામાં જો આવાકની જાહેરાત કરતા વિસંગત માહિતી પ્રાપ્ત થઇ તો કર સાથે 200 ટકા દંડ પણ ભરવાનો રહેશે. રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ ટવિટર પર આ અંગે માહિતી આપી છે.

તેમણે કહ્યું છે કે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર 2016ની અવધિમાં દરેક બેંક ખાતામાં 2.5 લાખ રૂપિયાની સીમા અવધિમાં જમા કરવામાં આવેલી રોક્કડ રકમનો રિપોર્ટ આવકવેરા વિભાગને પહોંચાડવામાં આવશે. આવકવેરા વિભાગ આ જમા રકમનો મેળ જમાકર્તાની આવકના રિટર્ન સાથે કરશે. ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ખાતાધારક દ્વારા જાહેર આવક અને જમા રકમમાં કોઇ પણ પ્રકારની વિસંગતતા જોવા મળશે તો તેને કરચોરીનો મામલો ગણવામાં આવશે. અધિયાએ જણાવ્યું છે કે નાના વ્યાપારીઓ, ગૃહિણીઓ, કલાકારો તેમજ કારીગરોને ચિંતા કરવાની જરૂર નથી. તેમણે થોડા પૈસા બચાવીને ઘરમાં રાખ્યા હોય તો આ રીતના લોકોને આવક વિભાગની તપાસ માટે ચિંતા કરવાની જરૂર નથી.

અધિયાએ જણાવ્યું છે કે આવા લોકો 1.5 લાખ કે બે લાખ રૂપિયા સુધીની નાની રકમ જમા કરે તો ચિંતાનો વિષય નથી. કારણકે આટલી રકમ કાળાધનની યોગ્ય આવકના દાયરામાં નથી આવતી. આ રીતીની નાની રકમ જમા કરનારા ખાતાધારકને આવકવેરા વિભાગ દ્વારા કોઇ પણ પ્રકારની હેરાનગતી નહીં થાય. લોકો દ્વારા સોનુ ખરીદવા અંગે તેમણે જણાવ્યું છે કે સોનુ ખરીદનાર લોકોએ પાન નંબર આપવાનો રહેશે.

You might also like