ગંગા નદીમાં સાબુથી નહાતાં પકડાશે તો રૂ.૫૦૦નો દંડ

વારાણસી: વારાણસી શહેરની સાથે-સાથે ગંગા નદીના કિનારાના વસિ્તારોની સ્વચ્છતા માટે હવે સરકાર ગંભીર બની છે. ગંગા નદીમાં લોકો માત્ર ડૂબકી લગાવતા નથી, પરંતુ સાબુ લઈને સ્નાન કરવા બેસી જાય છે. જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે સાબુ સાથે સ્નાન કરતાં ઝડપાશે તો તેને રૂ. ૫૦૦નો દંડ ફટકારાશે.

ગંગા ઘાટની સાથે-સાથે શહેરમાં ગંદકી ફેલાવનાર વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. આજથી આ અભિયાન ગતિ પકડશે. બે દવિસ પહેલાં ચેતવણી તરીકે ગંગાના કિનારે અભિયાન ચલાવાયું હતું. હવે આજથી આ અભિયાન નિયમિત રીતે ચલાવવામાં આવશે. આ માટે ઝોનલ અને સ્વાસ્થ્ય અધકિારીઅોની ટીમ પણ રચવામાં આવી છે.

અધકિારીઅો આ જગ્યાએ બે શિફ્ટમાં ભ્રમણ કરશે. જો ગંગામાં કોઈ વ્યક્તિ સાબુ લગાવીને સ્નાન કરતી જોવા મળશે તો વ્યક્તિદીઠ રૂ. ૫૦૦નો દંડ ફટકારાશે. પોતાના કાર્યમાં બેજવાબદાર રહેનાર અધકિારી અને સફાઈકર્મીઅો વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવશે.

You might also like