3 લાખથી વધારેની રોકડ લેવડ દેવડ પર રકમ તેટલો દંડ ચુકવવો પડશે : અઢીયા

નવી દિલ્હી : કાળાનાણા પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે ત્રણ લાખ રૂપિયા કરતા કેશ સ્વિકારવા પર 100 ટકાના દંડનું પ્રવધાન નક્કી કરવામાં આવેલું છે. આની શરૂઆત 1 એપ્રીલથી થશે. બજેટ 2014-18માં ત્રણ લાખ રૂપિયાથી વધારે કેશની લેવડ દેવડ પર પ્રતિબંધ લગાવવાનું પ્રવધાન છે.

મહેસુલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું કે રોકડ લેવડ દેવડ પર ભારે દંડ લાગી શકે છે. જે વ્યક્તિ ત્રણ લાખથી વધારે રકમ રોકડમાં સ્વિકાર કરશે, તેને રકમ જેટલો જ દંડ ચુકવવો પડશે. તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કે, જો તમે ચાર લાખ રૂપિયા કેશ ઉપાડે છે તો તેને 4 લાખ રૂપિયાનો દંડ ચુકવવો પડશે.

આ જ રીતે 50 લાખ રૂપિયા રોકડા લેવા પર દંડની રકમ પણ 50 લાખ રૂપિયા હશે. આ દંડ તે વ્યક્તિ પર લાગશે જે કેશ સ્વિકારશે. અઢીયાએ કહ્યું કે જો તમે રોકડમાં કોઇ મોંઘી વસ્તુ ખરીદો છો તો દુકાનદારે તેના પર ટેક્સ આપવો પડશે. આ પ્રવધાન લોકોને મોટી રકમની રોકડમાં લેવડ દેવડ કરતા અટકાવવા માટે છે તેમ અઢીયાએ જણાવ્યું હતું.

You might also like