જાહેરમાં પેશાબ કરશો તો તમારો વીડિયો યુટ્યૂબ પર જોવા મળશે

બરેલી: જાહેરમાં પેશાબ કરવો અને અામ કરતાં લોકોને જોવા એ અાપણા દેશમાં સામાન્ય બની ગયું છે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. તેની શરૂઅાત ઉત્તર પ્રદેશથી થવાની છે. જો તમે હવે ખુલ્લામાં પેશાબ કરતાં પકડાશો, ખાસ કરીને બસ સ્ટેન્ડ જેવી જગ્યાઅે તો તમારે શરમમાં મુકાવાનો વારો અાવશે. શક્ય છે કે તમારી અા હરકત ઇન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોસ્ટ થાય.

ઉત્તર પ્રદેશ સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (UPSRTC) અાવું કરતાં પકડાયેલા લોકોની તસવીર અને વીડિયો યુટ્યૂબ પર જાહેર કરવાનું નક્કી કર્યું છે. બસ સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈને અાવા લોકોની અોળખ કરવામાં અાવશે. જે લોકો બસ સ્ટેન્ડની અાસપાસની જગ્યા ખરાબ કરી રહ્યા હોય તેમની તસવીરને યુટ્યૂબ પર મૂકવામાં અાવશે. અધિકારીઅોઅે અા અંગે જાહેરાત કરી છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ અા અભિયાન શરૂ કરવાનું નક્કી કરાયું છે. લોકોને સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કરવાની સાથેસાથે જાહેરમાં પેશાબ કરવાથી થનારી સ્વાસ્થ્ય સંબંધી પરેશાની અંગે જાગૃત કરવાનો નિર્ણય લેવાયો છે.  યુપીએસઅારટીસીના રિજિયોનલ મેનેજર પ્રભાકર મિશ્રાઅે જણાવ્યું કે અમારો હેતુ એ લોકોમાં પરિવર્તન લાવવાનો છે, જેઅો જાહેર શૌચાલયો હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા નથી અને જાહેરમાં પેશાબ કરે છે. અાખરે અા પ્રજાની ભલાઈ માટે છે. અમે તેના માટે ફ્લેક્ષ બોર્ડ પણ બનાવ્યાં છે, તેના પર જાહેરમાં અાવી કોઈ ક્રિયા ન કરવા તેમજ યુટ્યૂબ પર તેની તસવીર શેર કરવાના નિર્ણયની પણ જાણકારી અપાઈ છે. તમામ બસ સ્ટેશન પર અા બોર્ડ લગાવાશે. અમે યાત્રીઅોને જાહેરમાં પેશાબ ન કરવાની અપીલ પણ કરીશું.

You might also like