“બોલ મારી અંબે જય જય અંબે…” માઇભક્તોનું ઘોડાપૂર

અમદાવાદઃ મા અંબાના યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આયોજન થાય છે. ત્યારે અત્યાર સુધી પાંચ લાખથી પણ વધારે માઇભક્તો  જગતજનની મા અંબાના દર્શનનો લાભ લઇ ચૂક્યા છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી ભક્તો પગપાળા યાત્રાએ નિકાળે છે. ત્યારે પદયાત્રીઓ માટે અંબાજીના રૂટ પર સુવિધાથી સજ્જ કેમ્પો તૈયાર કરી દેવામાં આવ્યા છે. પદયાત્રીઓને જમવાની, આરામની સુવિધા, ઠંડુ પાણી, દવાઓ, પગને આરામ આપવા માટે મસાજ વગેરેની પણ વ્યવસ્થા કેમ્પોમાં કરવામાં આવી છે. રસ્તાઓ પર પણ વાહનોમાં જરૂરી ચીજવસ્તુઓ લઇ જઇને પદયાત્રીઓને પહોંચાડવામાં માટે સ્વયંમ સેવકો હાજર રહે છે.
પદયાત્રીઓ હાથમાં ધજા, માંડવડી, અને રથ સાથે અનેક કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારે માર્ગમાં તેમની સેવામાં અનેક સેવકો દ્વારા અનેક સેવા કેમ્પો તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યાં પદયાત્રીઓને ભાવથી આવકારવામાં આવે છે. કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તો અને જમવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અહીં મેડિકલ કેમ્પ પણ ઉભા કરવામાં આવ્યાં છે. જ્યાં પદયાત્રીઓને જરૂરી દવા પણ મળી રહે છે.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દૂરદૂરના અંતરેથી માઇભક્તો દર્શન માટે આવે છે. ત્યારે અંબાજી આવવાના તમામ રૂટ પર પદયાત્રીઓ માટે કેમ્પમાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. શરીરમાં જગદ્દજનની જ શક્તિનો સંચાર કરી રહ્યા હોય તેમ માતાજી પ્રત્યેની આસ્થા અને તેની દિવ્યતાની અનુભૂતિ માનાદરબારમાં જે પગપાડા આવે  તે જ અનુભવી શકે છે. લાખ્ખોની સંખ્યામાં માઇભક્તો અહીં ઉમટે છે. જે વર્ષો વર્ષ પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે. આ મહામેળો સાત દિવસ સુધી ચાલે છે.

 

You might also like