આ દિવાળીએ માઇક્રોવેવમાં બનાવો સ્વાદિષ્ટ દૂધના પેંડા

સામગ્રીઃ

200 ગ્રામ કંડેસ્ડ મિલ્ક

½ ચમચી માખણ

¾ કપ મિલ્ક પાવડર

ચપટ્ટી કેસર

ચપટ્ટી જાયફળ

3-4 ઇલાયચી

1 ચમચી પિસ્તા કટ કરેલા

બનાવવાની રીતઃ માઇક્રોવેવ સેફ બાઉલમાં કંડેસ્ક મિલ્ક, મિલ્ક પાઉડર અને માખણ મિક્સ કરીને રાખો. માઇક્રોવેવમાં હાઇ મોડ પર 1 મિનિટ સુધી તેને સેટ કરો. હવે દૂધના મિશ્રણમાં ઇલાયચી, જાયફળ અને કેસર એડ કરીને માઇક્રોવેવમાં 1 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ મિશ્રણને બહાર નિકાળી બરોબર મિક્સ કરો. પછી ફરી તેને માઇક્રોવેવ ઓવનમાં રાખો અને 3 મિનિટ સુધી હાઇ મોડ પર ચલાવો. પછી તેને બહાર કાઢીને જોવો કે મિક્ષણ ક્યાંક પાતળું તો નથી. જો મિશ્રણ પાતળુ લાગે તો તેને ફરી માઇક્રોવેવ ઓવનમાં રાખીને 30 સેડન્ડ માટે તેને હાઇ મોડ પર રાખીને ચઢાવો. જ્યારે મિશ્રણ ટાઇટ થઇ જાય ત્યારે તેને બહાર નિકાળી ઠંડું કરો. ત્યાર બાદ તેના પેંડા બનાવી લી. અને પિસ્તાની કતરણથી સજાવી લો. પેંડા બનાવતા પહેલાં તમારા હાથમાં થોડુ ઘી ચોક્કસથી લગાવવું. પેંડા ઠંડા થઇ જાય પછી તેને એર ટાઇટ કંન્ટેનરમાં રાખો અને મહેમાનોને ઘરનીજ સ્વિટ આ દિવાળી પર આપો.

You might also like