પર્લ કૌભાંડનાં નાણા થકી ચાલે છે અન્ય રમતો ? ક્રિકેટરોનાં ખુલ્યા નામ

નવી દિલ્હી : 45 હજાર કરોડ રૂપિયાનાં ગોટાળા પર્લગ્રુપ કૌભાંડમાં હવે ક્રિકેટરોનાં નામ પણ બહાર આવી રહ્યા છે. કૌભાંડની તપાસ કરી રહેલ ઇડી અને સીબીઆઇ દ્વારા એવા VIP નામોની યાદી તૈયાર કરી રહી છે જેમને પર્લ થકી ફાયદો મળ્યો હોય. આ યાદીમાં યુવરાજસિંહ અને હરભજનસિંહનાં નામ પણ બહાર આવ્યા છે. પર્લ ગ્રુપનાં ચેરમેન નિર્મલસિંહ ભંગૂ સહિત ચાર અધિકારીઓની હાલ પુછપરછ ચાલી રહી છે. જેમાં આ વાત બહાર આવી છે.

પર્લગ્રુપ કૌભાંડમાં ક્રિકેટર યુવરાજસિંહ, હરભજન સિંહ અને ઓસ્ટ્રેલિયન પુર્વ ક્રિકેટર બ્રેટલીનાં નામો સામે આવ્યા છે. યુવરાજ અને હરભજનને કંપની દ્વારા મોહાલી ખાતે ગીફ્ટમાં પ્લોટ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં હોટલ બિઝનેસ માટે ઓસ્ટ્રેલિયન પુર્વ ક્રિકેટર બ્રેટ લીને કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. કૌભાંડની મોટી રકમ આઇપીએલ મેચો દ્વારા ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારને ચુકવવામાં આવતી હતી. આ નાણા સુપર ફાઇટર લીગ, ગોલ્ફ પ્રીમિયરલીગ અને કબડ્ડીની લીગમાં લગાવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

You might also like