પીનટ કોઝુકટ્ટઈ

સામગ્રીઃ ૧ કપ ચોખાનો લોટ, ૧/૨ કપ સિંગદાણા, ૧/૨ કપ નાળિયેરનું છીણ, ૧/૨ કપ સમારેલો ગોળ, ૧/૨ ટી સ્પૂન ઈલાયચી પાઉડર, ૧થી ૨ ટી સ્પૂન ઘી, ચપટી મીઠું.

રીતઃ એક જાડા તળિયાવાળા  પૅનમાં મધ્યમ તાપે સિંગદાણા શેકી લો. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેનાં ફોતરાં કાઢી લો અને મિક્સરમાં પીસી લો. એ જ પૅનમાં ગોળ અને નારિયેળનું છીણ મિક્સ કરી ગરમ કરવા માટે મૂકો. ગોળ ઓગળી જાય એટલે તેમાં સિંગદાણાનો પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો. ધીમી આંચે ૫ મિનિટ શેકી લો. આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચી પાઉડર મિક્સ કરો. મિશ્રણને ઠંડું થવા દો. ત્યારબાદ તેના નાના ગોળા વાળી લો. હવે ચોખાના લોટમાં મીઠું નાખી હૂંફાળા પાણીથી નરમ કણક તૈયાર કરો. હાથમાં ઘી લગાવી ચોખાના લોટમાંથી નાનો લૂઓ લઈને બોલ બનાવો. હાથ વડે તેની પૂરી તૈયાર કરો. તેમાં નારિયેળના મિશ્રણવાળું પૂરણ ભરીને તેને બંધ કરીને ફરી બોલ તૈયાર કરો. ઈડલી પ્લેટમાં બોલ મૂકીને ૧૫ મિનિટ બાફી ગરમાગરમ સર્વ કરો.

You might also like